પાટણ: ગુજરાતના (Gujarat) પાટણ (patan) જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની છે. જેને પગલે સ્થાનિકો અને અધિકારીઓમાં ફફડાટ મચ્યો છે. પાટણ જિલ્લામાં એક સાથે અચાનક જ ખેતરમાં (Farm) ઘાસ ચરતા ઘેટાં બકરાંના (Sheep and goats) મોત (Death) થતાં તંત્ર પણ દોડતું થયું છે. ખેડૂતો તેમજ પશુપાલોકોમાં ચિંતા સાથે ડર જોવા મળી રહ્યો છે.
- પાટણ જિલ્લાના મહેમદાવાદ ગામમાં બની વિચિત્ર ઘટના
- ખેતરમાં ઘાસચાકો ચરતા 30 પશુમાંથી 18ના મોત
- ઘેટાં-બકરાનાં અચાનક શરીરમાં ધ્રુજારી આવતા જમીન પર ઢળી પડ્યાં
- પશુપાલક કઈ સમજે તે પહેલા 18 પશુઓનાં મોત
- તંત્ર સાથે પશુપાલક વિભાગ થયું દોડતું
આ ઘટના પાટણ જિલ્લામાં આવેલાં રાધનપુરના મહેમદાવાદ ગામની છે. જ્યાં એક ખેતરમાં પશુપાલક પોતાના પશુઓને ચરાવવા માટે લઈ ગયો હતો. અને તે સમયે અચનાક જ ધ્રુજારી આવતા એક પછી એક ઘેટં બકરાં ઢળી પડ્યા હતો. પશુપાલક કઈ સમજે તે પહેલા 18 પશુઓના મોત નિપજ્યાં હતા.
શું બન્યું હતું ખેતરમાં?
પાટણ જિલ્લામાં આવેલા મહેમદાવાદ ગામમાના જાયમલભાઈ રબારી રોજની જેમ જ પોતાના પશુઓને ખેતરમાં ઘાસચારો ચરાવવા માટે લઈ ગયા હતા. જ્યાં થોડાક સમય બાદ અચાનક જ એક પછી એક પશુઓના શરીર ધ્રુજવા લાગ્યા હતા. પશુઓના શરીર ધ્રુજતા જ પશુઓ જમીન પર ઢળી પડ્યા હતા. અને જોતા જોતમાં 18 પશુઓને ધ્રુજારી આવતા ઢળી પડ્યા હતા. પશુપાલક કઈ સમજે તે પહેલા 18 જેટલા ઘેટાં બકરાંના મોત થયા હતા.
સ્થાનિક તંત્ર અને પશુપાલક વિભાગ દ્વારા તપાસ
પશુપાલક જાયમલભાઈ રબારી 30 જેટલા પશુઓને લઈને એરંડાના ખેતરમાં ઘાસચારો ચરાવવા માટે લઈ ગયા હતા. જ્યાં ત્યાં અચનાક જ આ ઘટના બની હતી. પશુપાલકના 18 જેટલા પશુઓના મોત થતાં પશુપાલકની રોજગારીનો શ્રોત જતો રહેતા પશુપાલક પર આભ તૂટી પડ્યું હતું. એરંડાના ખેતરમાં ઘાસચારો ચરતા મેણો આવતા ઘેટાંના મોત થતા પશુાલકોમાં ચિંતા સાથે ડર વ્યાપી ગયો છે. તંત્રને આ વાતની જાણ જતાં હાલ પશુપાલક વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આવું કેમ બન્યુ તે અંગે તપાસ શરૂ કરી છે.