SURAT

ગર્વનર આચાર્ય દેવવ્રતથી પારસી સમાજ નારાજ, PMને મેઈલ મોકલી વિરોધ દર્શાવ્યો, જાણો શું છે મામલો..

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના 56 માં વાર્ષિક પદવીદાન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પારસી સમુદાયને લઈ કરવામાં આવેલી ટિપ્પણીને લઈ સુરત સહિત ગુજરાતના પારસી સમાજ પછી હવે મુંબઈમાં વસતા પારસી સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ને ઈમેલ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

સુરતના સ્થાનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા એહવાલને લઈ પારસીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને ઈમેલ કરી વિરોધ નોંધાવી રહ્યા છે. એ ઝુંબેશમાં હવે મુંબઈનો પારસી સમાજ પણ જોડાયો હોવાનું સુરતના પારસી અગ્રણી પરવેઝ ઉર્ફે પલ્લી બાસ્તાવાલા એ જણાવ્યું હતું.

ઈમેલમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પારસી સમાજ પર અયોગ્ય ટિપ્પણી અંગે મુંબઈના પારસીઓ ઊંડા ખેદ અને આઘાત ની લાગણી અનુભવી રહ્યા છે.

રાજયપાલને એવુ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, પારસીઓ “દેશ લૂંટવા આવ્યા હતા” રાજ્યપાલ દ્વારા શબ્દો, ભલે ભૂલથી બોલાયા હોય કે ગેરસમજથી, નાના પરંતુ ગૌરવશાળી સમુદાયને ઊંડી ઠેસ પહોંચાડી છે, જેણે હંમેશા ભારતને ફક્ત આપણું આશ્રયસ્થાન જ નહીં, પણ પોતાની પ્રિય માતૃભૂમિ માની છે.પારસીઓના પૂર્વજો આ કિનારા પર સતાવણીથી આશ્રય મેળવવા આવ્યા હતા, અને બદલામાં તેઓએ આ ભૂમિ પ્રત્યે વફાદારી અને સેવાનું વચન આપ્યું હતું.

ભારતની આઝાદી માટે ઝઝુમ્યા, એવા દાદાભાઈ નવરોજી, હોમી ભાભા, જે.આર.ડી. તાતા, રતન તાતા, અને ફિલ્ડ માર્શલ સામ માણેકશા અને એવા ઘણા નરબંકાઓ અને સન્નારીઓ જેવા દિગ્ગજોના વારસાને આગળ ધપાવીએ છીએ,

Most Popular

To Top