Vadodara

પવિત્ર પર્વ મનાતા પતેતીને પારસી સમુદાયે નવું વર્ષ મનાવ્યુ : શુભેચ્છાઓ પાઠવી

વડોદરા: વડોદરામાં વસતા પારસી સમુદાયે આજથી શરૂ થયેલા નવા વર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરી એકમેકને નવરોઝની મુબારકબાદી પાઠવી હતી. પતેતી-નવરોઝ પર્વ અંતર્ગત શહેરના સયાજીગંજ અને ફતેગંજ વિસ્તારમાં આવેલી અગિયારી ખાતે સવારે પારસી સમુદાયે પવિત્ર અગ્નિનું પૂજન અર્ચન કર્યું હતું.ઇરાનથી ભારતમાં આવી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમુદાય દ્વારા તેમના ભારતમાં આગમનના ૧૩૮૧ મા વર્ષના પ્રવેશ પ્રસંગની પ્રતિ વર્ષ પતેતી અને નવરોઝ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

જે અંતર્ગત આજે પારસી સમુદાયે તેમનું નવું વર્ષ મનાવ્યું હતું. નવા વર્ષના પ્રારંભ પ્રસંગે ફતેગંજ અને સયાજીગંજ અગિયારી ખાતે આજે સવારે પહેલા ચોઘડિયામાં પારસી સમુદાયે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પવિત્ર અગ્નિમાં ચંદનનું કાષ્ષ્ઠ પધરાવી અગ્નિદેવનું પૂજન કર્યું હતું. અગિયારીમાં અગ્નિનું પૂજન કર્યા બાદ પારસી ભાઇઓ-બહેનોએ એકબીજાને ભેટી નવરોઝની મુબારકબાદી પાઠવી હતી. શહેરમાં વસતા હિન્દુ-મુસ્લિમ સમાજે પણ પારસી સમુદાયને નવા વર્ષની શુભેચ્છા પાઠવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.

Most Popular

To Top