શહેરમા સમાજને ઉપકારક એવી ઘણી પ્રવૃતિઓ થતી રહે છે અને એમાં ઘણી નાની સંસ્થાઓ પણ મોટું યોગદાન આપીને લોકોનું ધ્યાન આકર્ષતી હોય છે,આમાની એક સંસ્થા એટલે અડાજણની પુસ્તક પરબ. દર મહિનાના પહેલા રવિવારે આ ગાર્ડનના ડોમમાં નાનો પુસ્તક મેળો યોજાય છે.એક તરફ જીમની યાદ અપાવે એવા સાધનો પાસે આબાલવૃદ્ધ કસરત કરતા જોવા મળે છે તો બીજી તરફ માનસિક સ્વાસ્થ્ય માટે લોકો, મનગમતાં પુસ્તકો વાંચન માટે ઘેર લઇ જવા પડાપડી કરતા હોય છે.
આજના સોશિયલ મિડીયાના આક્રમણ સામે ,લોકોને વાંચન તરફ વાળવા જ્ઞાનની નાનકડી જયોત લઈને આપણી સમક્ષ આવતી પુસ્તકપરબની આ પ્રવૃતિ ખરેખર સરાહનીય છે, એમા બેમત નથી.કારણ કે બે પુસ્તકો નિઃશુલ્ક આખા મહિના માટે વાચકો લઈ જાય એ નાની સૂની વાત નથી.છેલ્લા પાંચેક વર્ષથી જ્ઞાનની કેડી પર લોકોને દોરતી આ પુસ્તક પરબની શરૂઆત માંડ અઢીસો જેટલાં વિવિધ ધાર્મિક અને સાહિત્યના પુસ્તકો સાથે થયેલી એ સંખ્યા લગભગ ત્રણેક હજાર સુધી પહોંચવા આવીછે.અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે કેટલાક લેખકો અને વાંચકો સુધ્ધાં પુસ્તક પરબને મૂલ્યવાન પુસ્તકો ભેટ આપતાં રહે છે.
એતો ઠીક પણ આ ઉપરાંત વિદ્વાનો સાથે વાર્તાલાપ,નાટય કલાકારો દ્વારા એકોકતિ,અને જાણીતા કવિઓના કાવ્ય પઠનના કાર્યક્રમો વગેરે પણ અવાર નવાર યોજાતા રહે છે.શહેરનાં ઉત્સાહી અને અનેક સંસ્થાની સાહિત્યીક પ્રવૃતિ સાથે સક્રીય પણે સંકળાયેલા યુવાકવિ જે આ સંસ્થામાં પણ અગ્રેસર છે એમને પુસ્તકપરબના બંધારણ,સંચાલન વગેરે વિશે પૂછયું તો કહે કે અહીં કોઇ પ્રમુખ નથી,કે નથી કોઈ મંત્રી.દસ બાર યુવાનોના સાથ અને સહકારથી જ આ મિશન કાર્યરત છે.પુસ્તકો સાચવવાના અને દર માસે લાવવા લઈ જવાના ખર્ચની જોગવાઈ વગેરે પાસાં પણ અમારૂં યુવાસંગઠન જ કરે છે.પુસ્તક પરબ માટે આનાથી રૂડી વાત બીજી કઈ હોઈ શકે?
સુરત – પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઘટાદાર વૃક્ષોને કારણે પડતી તકલીફ
આ વર્ષે મેઘરાજાની મહેરથી સમગ્ર સૃષ્ટિ શોદર્ય હરિયાલી વનસ્પતિ તથા વૃક્ષોથી મનોરમ્ય બની ગઈ છે. જે આશીર્વાદરૂપ છે. પરંતુ સુરતનાં ઘણાં ખરા વિસ્તારોમાં આ પક્ષો પુષ્કળ પાંદડાઓથી ધરાદારર બની ગયા છે અને વૃક્ષોના થડ પણ રસ્તા તરફઢળી ગયા છે. જે વાહનો ચાલકો તથા રાહદાટી માટે જોખમરૂપ છે. આથી પ્રકાટતાં મોટા મોટા ઘટાદાર વૃક્ષોને જરૂરી પ્રમાણમાં ઓછા કરવા, સુરત મહાનગર પાલિકામાં બાગકામ વિભાગને નમ્ર વિનંતી છે. આ અભિયાન તાત્કાલિક ધોરણે શરૂ કરશોજી.
સુરત – દિપક બંકુલાલ દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.