નવી દિલ્હી : સંસદમાં (Parliament) બજેટનું સત્ર (Budget Session) શરુ થયાને બુધવારે સાતમો દિવસ છે. ભવનમાં રાષ્ટ્રપતિના આભિભાષણમાં થયેલી ચર્ચાની જવાબી કાર્યવાહીની આભારવિધિ વ્યક્ત થઇ રહી હતી, દરમ્યાન પી.એમ મોદીના (PM Modi) તીખા તેવર જોવા મળ્યા હતા. તેમેણે યુપીએ સરકાર (UPA Govt) ઉપર નિશાન તાકીને આકરા પ્રહારો કરી નાખ્યા હતા. મોદીએ અભિભાષણમાં સંકલ્પ થી સિદ્ધિ સુધીની યાત્રાનું માળખું દર્શાવીને ખુશી જતાવી હતી. જેની ઉપર કોઈએ પણ વિરોધ પ્રગટ કર્યો ન હતો. પરંતુ એક દિવસ આગાઉ આભાર પ્રસ્તાવમાં થયેલી ચર્ચા દરમ્યાન રાહુલ ગાંધીએ પ્રધાન મંત્રી ઉપર તીખા પ્રહારો કર્યા હતા અને અનેક સવાલો ઉઠાવીને મોદી સરકારને અદાણી મુદ્દા ઉપર સરકારને કઠેડામાં ઉભા કરી દીધી હતી.
યુપીએએ દરેક મોકાને મુસીબતમાં બદલી હતી: પી.એમ.મોદી
પી.એમ.મોદીએ તેમના ભાષણમાં યુપીએ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે મનમાં ચાલતી અંતર્મુખી વાતો ચેનથી ઊંઘવા પણ નથી દેતી. વર્ષ 2004 થી વર્ષ 2014 આઝાદી પછીનો સર્વાધિક ઘોટાળાનો દાયકો રહ્યો હતો . દરમ્યાન 10 વર્ષમાં કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી ભારતના દરેક ખૂણામાં આતંકવાદની હુમલાઓ થઇ રહ્યા હતા. દેશમાં એવો દહેશતનો માહોલ જતો કે કોઈ પણ અજાણી વસ્તુઓને હાથ લગાવી શકતો ન હતો. 10 વર્ષમાં કાશમીર થી લઇને નોર્થ ઇસ્ટ સુધી બધી બાજુએ આંતંક ફેલાયેલો હતો. બીજી બાજુ ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર દેશની સ્થિતિ એટલી નબળી હતી કે દુનિયામાં ભારતની હાલતને કોઈ પણ સાંભળવા તૈયાર જ ન હતું. બીજી તરફ આજે હવે દેશની 140 કરોડની જનતાનો આત્મવિશ્વાસ ખીલ્યો છે. વર્ષ 2004 થી લઇ 14 સુધી યુપીએ સરકારે હાથમાં આવેલા દરેક મોકાઓને વેડફી નાખ્યા હતા.અવસરને પણ આફતમાં ફેરવી દીધી હતી.
દેશ આજે વૈશ્વિક પ્રગતિના પંથે છે જે કેટલાક લોકોને મંજુર નથી
વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે.જોકે કેટલાક લોકોને આ પ્રગતિ મંજુર નથી. તેઓ પ્રગતિને સ્વીકારવા તૈયાર જ નથી. વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આજે રિન્યુએબલ એનર્જીમાં ચોથો સૌથી મોટો દેશ, મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં બીજા નંબરનો સૌથી મોટો દેશ ભારત છે અને કહ્યું કે આજે ખેલાડીઓ પોતાનું સ્ટેટસ બતાવી રહ્યા છે. વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ભારત મેન્યુફેક્ચરિંગનું હબ બની ગયું છે. આજે દેશના દરેક ક્ષેત્રમાં આશા દેખાઈ રહી છે પરંતુ કેટલાક લોકો તેને જોઈ શકતા નથી. તેમણે સ્ટાર્ટઅપની ઝડપી વૃદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજે દેશમાં 109 યુનિકોર્નની રચના થઈ છે. કાકાની હાથઅરીસા ને ટાંકી તેમણે કહ્યું કે જે વિચારે છે તે જ અરીસા જોશે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો નિરાશાવાદી છે. તેમણે કહ્યું કે 2014 પહેલા અર્થવ્યવસ્થા ખાટી થઈ ગઈ હતી ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો હતો. કંઈક સારું થાય ત્યારે નિરાશા ઉભરીને બહાર આવે છે .