National

લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલનું સંસદ સભ્યપદ પરત મળ્યું, ‘અટેમ્પટ ટુ મર્ડર’ કેસમાં થઈ હતી 10 વર્ષની સજા

નવી દિલ્હી: લક્ષદ્વીપના (Lakshadweep) NCP નેતા મોહમ્મદ ફૈઝલને (Mohammad Faizal) મોટી રાહત મળી છે. લોકસભા સચિવાલયે મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા (Parliament Membership) પુનઃસ્થાપિત કરી છે. 11 જાન્યુઆરીના રોજ, સ્થાનિક કોર્ટે લક્ષદ્વીપના સાંસદ પીપી મોહમ્મદ ફૈઝલને હત્યાના પ્રયાસના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ લોકસભા સચિવાલય દ્વારા તેમની સદસ્યતા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ ચૂંટણી પંચે પણ આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી.

ફૈઝલને કેરળ હાઈકોર્ટમાંથી રાહત મળી છે
ત્યાર બાદ મોહમ્મદ ફૈઝલે નીચલી કોર્ટના નિર્ણયને કેરળ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટ દ્વારા તેમની સજાને રદ કરવામાં આવી હતી. હાઈકોર્ટના નિર્ણય બાદ પેટાચૂંટણી પણ રદ્દ કરવામાં આવી હતી. હાઈકોર્ટના નિર્ણય પછી, મોહમ્મદ ફૈઝલે લોકસભા સચિવાલયને તેમની સંસદીયતા પુનઃસ્થાપિત કરવાની ભલામણ કરી હતી. હવે લોકસભા સચિવાલયે તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે.

તમને જણાવી દઈએ કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. આ જ કાયદા હેઠળ, સુરત કોર્ટ દ્વારા માનહાની કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. હવે જો રાહુલ ગાંધીએ સંસદ સભ્યપર પરત મેળવવું હોય તો તેમણે પણ ઉપરી અદાલતમાં અરજી કરવી પડશે. અને જો ઉપરી અદાલત રાહુલ ગાંધીની સજાની અરજી ફગાવી દે તો તેમને સભ્યપદ પરત મળી શકે છે. પરંતુ જો રાહુલ ગાંધીના સજાના નિર્ણય ઉચ્ચ અદાલતમાં માન્ય રાખવામાં આવે તો રાહુલ ગાંધી આવનારા 6 વર્ષ સુધી ચુંટણી લડી શકે નહીં.

રાહુલ માટે પણ આશા છે
માનવામાં આવે છે કે મોહમ્મદ ફૈઝલને લઈને આ નિર્ણય રાહુલ ગાંધી માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, જો રાહુલ સુરત કોર્ટની સજાને ઉચ્ચ અદાલતમાં પડકારે છે અને કોર્ટ દ્વારા તેમની સજા રદ કરવામાં આવે છે, તો રાહુલ ગાંધીનું સભ્યપદ પણ પુનઃસ્થાપિત થઈ શકે છે.

Most Popular

To Top