National

સંસદનું સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે, કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે

નવી દિલ્હી : સંસદનું (Parliament) બજેટ સત્ર (Budget Session) 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. આ અંગે ન્યુઝ એજન્સીના જણવ્યા અનુસાર સંસદનું બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે. સત્રની શરૂઆત લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) બંને ગૃહોને સંબોધિત કરશે. સંસદના બંને ગૃહોને આ તેમનું પ્રથમ સંબોધન હશે.બજેટ સત્ર અંગે પ્રાપ્ત માહિતી મુજબ બજેટ સત્રના પહેલા દિવસે બંને ગૃહોમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. જયારે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) પણ કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ આપશે.

  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધિત કરશે
  • સંસદના બંને ગૃહોને આ તેમનું પ્રથમ સંબોધન હશે
  • બજેટ સત્રનો બીજો ભાગ સંસદની નવી ઇમારતમાં યોજવામાં આવી શકે છે

નાણામંત્રી સીતારમણ પણ કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ આપશે
બજેટ સત્રના પહેલા ભાગમાં બંને ગૃહો રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરશે. આ પછી કેન્દ્રીય બજેટ પર ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. નાણામંત્રી સીતારમણ પણ કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ આપશે. આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે. સત્રનો પ્રથમ ભાગ 10 ફેબ્રુઆરી સુધી ચાલુ રહી શકે છે. આ પછી, બજેટ સત્રનો બીજો ભાગ 6 માર્ચથી શરૂ થશે અને તે 6 એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે.\

બજેટ સત્રના બીજા ભાગ દરમિયાન, સરકારના કાયદાકીય કાર્યસૂચિ સિવાય વિવિધ મંત્રાલયોની અનુદાન માટેની માંગણીઓ પરની ચર્ચા પર ધ્યાન આપવામાં આવે છે. મની બિલ તરીકે કેન્દ્રીય બજેટ સત્રના આ ભાગમાં પસાર થાય છે.

બજેટ સત્રનો બીજો ભાગ સંસદની નવી ઇમારતમાં યોજવામાં આવી શકે છે
નવા સંસદ ભવનનું કામ સેન્ટ્રલ વિસ્ટાના વિકાસના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. સંસદના નિર્માણ સાથે સંકળાયેલા લોકોને વિશ્વાસ છે કે બજેટ સત્રનો બીજો ભાગ સંસદની નવી ઇમારતમાં યોજવામાં આવી શકે છે. છેલ્લા સત્ર દરમિયાન નવ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા અને સાત બિલ સંસદના નીચલા ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. રાજ્યસભાએ નવ ખરડા પસાર કર્યા અને સત્ર દરમિયાન સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલા બિલોની કુલ સંખ્યા નવ હતી.

Most Popular

To Top