National

મોદી સરકારની નીતિઓનું પરિણામ…સંસદમાં ઘૂસણખોરીની ઘટના પર રાહુલ ગાંધીનું નિવેદન

નવી દિલ્હી: સંસદની (Parliament) સુરક્ષામાં ક્ષતિના મામલે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીનું (Rahul Gandhi) મોટું નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધી આ ઘટના માટે મુખ્યત્વે વડાપ્રધાન મોદી (PM Modi) પર નિશાન સાધ્યો છે. તેમણે મોદી સરકારની નીતિઓને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે તેનું મુખ્ય કારણ બેરોજગારી છે. આ મામલે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર આક્ષેપ કર્યો છે.

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘આવું કેમ થયું? દેશમાં મુખ્ય મુદ્દો બેરોજગારીનો છે. પીએમ મોદીની નીતિઓને કારણે દેશના યુવાનોને નોકરીઓ નથી મળી રહી. આ ઘટનાનું મુખ્ય કારણ બેરોજગારી અને મોંઘવારી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ ગંભીર મુદ્દો છે. સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ. અમે ગૃહમાં વારંવાર માંગ કરી રહ્યા છીએ કે કેન્દ્રીય મંત્રીએ અહીં આવીને નિવેદન આપવું જોઈએ, પરંતુ તેઓ આવવા માંગતા નથી. તેઓ ગૃહની કામગીરી કરવા દેવા તૈયાર નથી. લોકશાહી માટે આ સારું નથી, પરંતુ જે લોકો લોકશાહી પર વિશ્વાસ નથી કરતા તેમની સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી. કોંગ્રેસનું નામ લઈને નેહરુ-ગાંધીને બદનામ કરીને વોટ લે છે. તેમનું કામ માત્ર અમને બદનામ કરવાનું અને મત મેળવવાનું છે.

કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે પણ સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વિરોધ પક્ષોએ નહીં પરંતુ દિલ્હી પોલીસે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી છે.

તેમણે કહ્યું, ‘દિલ્હી પોલીસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તે ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. અમે (વિરોધી પક્ષોએ) આ ઘટનાનું રાજકીયકરણ કર્યું નથી અને ન તો તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. અમે માત્ર સરકાર તરફથી સુરક્ષામાં રહેલી વિશાળ ક્ષતિ અંગે અમારી ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ.

કોંગ્રેસે શનિવારે ઓનલાઈન ક્રાઉડફંડિંગ ઝુંબેશ ડોનેટ ફોર દેશની જાહેરાત કરી હતી. મીડિયાને સંબોધતા વેણુગોપાલે કહ્યું કે, ‘અધિકૃત રીતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ 18 ડિસેમ્બરે અભિયાન શરૂ કરશે. અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, DCC પ્રમુખ, PCC પ્રમુખ અને AICC પદાધિકારીઓએ ઓછામાં ઓછા 1380 રૂપિયાનું યોગદાન આપવું પડશે.

Most Popular

To Top