પરિણીતાના અશ્લિલ વિડિયો બનાવી દુષ્કર્મ કરનાર જેલભેગો – Gujaratmitra Daily Newspaper

Vadodara

પરિણીતાના અશ્લિલ વિડિયો બનાવી દુષ્કર્મ કરનાર જેલભેગો

વડોદરા : વડોદરા શહેરની મહિલાને લાઈવ બીગો સ્ટ્રીમ એપ્લિકેશન પર ઓનલાઈન બિઝનેસમાં મહિને 50 હજાર કમાણીની લાલચ આપી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળજબરીથી રોકડા 4.22 લાખ અને 2.10 લાખના દાગીના પડાવી લેનાર અમદાવાદના હવસખોરને માંજલપુર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

માંજલપુર વિસ્તારની એક પરિણીત મહિલાને થોડા મહિના અગાઉ ફેસબુક પર હાર્દિક શેઠ નામના યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. બાદમાં હાર્દિકે મહિલાને ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવી આપવાની લાલચ આપી હતી.

હાર્દિકે મહિલાને લાઈવ બીગો સ્ટ્રીમ નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ગ્રાહકો સાથે અશ્લીલ વાતો કરવા પગાર પેટે 50 હજાર ચૂકવ્યા હતા. ત્યાર બાદ આરોપી હાર્દિક શેઠે મહિલાને વધુ રૂપિયા કમાવવા હોય તો ગ્રાહકો સામે નગ્ન થઈને વીડિયો કોલ મારફતે વાતો કરી લાખો રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. મહિલાએ આ વિશે ના પાડતા આરોપી હાર્દિકે મહિલાનો ચેહરો અને નામ ગુપ્ત રાખવાની બાંહેધરી આપી હતી. જેથી મહિલાએ પેરેલલ સ્પેસ નામની એપ્લિકેશન થકી ગ્રાહકો સાથે નગ્ન અવસ્થામાં વીડિયો કોલના માધ્યમથી વાત કરી હતી. સાથે ચાર લાખ કમાવવા ડેમો આપવો પડશે. તેમ કહી હાર્દિકે મહિલાના ઘરે જઈ તેની સાથે પાંચ થી છ વખત દુષ્કર્મ આચર્યું હતું. તેમજ મહિલા સાથે વિતાવેલી અંગત પળોના વીડિયો પણ ઉતારી લીધા હતા. હવસખોર હાર્દિકે અન્ય ગ્રાહકો સાથે પણ મહિલાને નગ્ન હાલતમાં વીડિયો કોલ મારફતે વાત કરાવી હતી.બાદમાં હાર્દિકે વીડિયો વાયરલ કરી મહિલાને મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ તેણે લાખો રૂપિયાના સોનાના દાગીના તેમજ લાઈવ બીગો સ્ટ્રીમના પગાર પેટે જમા થયેલા 4 લાખ 22 હજાર સેરવી લીધા હતા. પોતાના વીડિયો વાયરલ થવાના ડરથી હતાશ થયેલી મહિલાએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. માંજલપુર પોલીસે અમદાવાદના વતની હાર્દિક શેઠની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top