મુંબઈ: ‘પરિણીતા’ (Parineeta) અને ‘મર્દાની’ (Mardaani) જેવી ફિલ્મોનિં નિર્દેશન (Film Director) કરનાર પ્રદીપ સરકારનું (Pradeep Sarkar) શુક્રવારે મુંબઈમાં (Mumbai) નિધન થયું છે. 67 વર્ષીય પ્રદીપ સરકાર લાંબા સમયથી કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમનું પોટેશિયમ લેવલ ખૂબ જ ઝડપથી ઘટી ગયું હતું, ત્યારબાદ પ્રદીપ સરકારને મોડી રાત્રે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોકટરો તેને બચાવી શક્યા ન હતા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક પ્રતિભાશાળી ફિલ્મ સર્જક ગુમાવ્યો છે.
મળતી માહિતી અનુસાર પ્રદીપ સરકાર લાંબા સમયથી ઘણી બીમાર હતા. પ્રદીપ સરકારનું પોટેશિયમ લેવલ ખૂબ જઓછું થઈ ગયું હતું. તેથી તેમને ગુરુવારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને બચાવી શકયા ન હતા. રાત્રે 3:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. આજે સાંજે 4 વાગ્યે તેમના અંતિમસંસ્કરા કરવામાં આવશે.
સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ
અભિનેત્રી નીતુ ચંદ્રાએ નિર્દેશકના નિધનના સમાચારની માહિતી આપી હતી. તેણે ટ્વીટ કરીને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. અભિનેત્રીએ લખ્યું- ‘અમારા પ્રિય દિગ્દર્શક દાદા નથી રહ્યા. મેં મારી કારકિર્દી તેની સાથે શરૂ કરી હતી. તેની પ્રતિભા અદ્ભુત હતી. તેમની ફિલ્મો લાર્જર ધેન લાઈફ હતી. બોલિવુડ તેમને હંમેશા યાદ કરશે. અભિનેતા અજય દેવગણે પણ દિગ્દર્શકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અજયે પ્રદીપ સરકારને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. દિગ્દર્શકના મૃત્યુથી સેલેબ્સ આઘાતમાં છે. મનોજ બાજપેયી, હંસલ મહેતાએ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી છે.
કેવી રીતે શરૂ થઈ પ્રદીપ સરકારની જર્ની?
પ્રદીપ સરકાર દિગ્દર્શક હોવા ઉપરાંત લેખક પણ હતા. તેમણે પોતાના કરિયરની શરૂઆત વિનોદ ચોપરા પ્રોડક્શનથી કરી હતી. 17 વર્ષ સુધી મેઈનસ્ટ્રીમ એડવર્ટાઈઝિંગમાં ક્રિએટિવ ડિરેક્ટર-આર્ટ તરીકે કામ કર્યા પછી તેમની દિગ્દર્શન યાત્રા શરૂ થઈ હતી. તેઓ એડ ફિલ્મ મેકર બની ગયા હતા. કમર્શિયલ ઉપરાંત, તેમણે ઘણા હિટ મ્યુઝિક વિડિયોઝનું નિર્દેશન પણ કર્યું હતું. જો કે, તેમણે ઘણી સુપરહિટ અને અદ્ભુત ફિલ્મો બનાવી છે. પરંતુ સૈફ અલી ખાન અને વિદ્યા બાલન સ્ટારર પરિણીતાને સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ નિર્દેશક તરીકે પરિણીતા તેની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મ હજુ પણ ફિલ્મ પ્રેમીઓની પસંદ છે. આ ફિલ્મે વિદ્યા બાલનને સ્ટાર બનાવી હતી. પરિણીતાની ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેણે 5 ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા હતા. પ્રદીપ સરકારના નિર્દેશનમાં બનેલી છેલ્લી હિન્દી ફિલ્મ હેલિકોપ્ટર ઈલા હતી. આમાં કાજોલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
દિગ્દર્શકની હિટ ફિલ્મો
પ્રદીપ સરકારે દર્શકોને ઉત્તમ સિનેમા બતાવ્યું હતું. તેમણે ઘણી હિટ ફિલ્મો કરી હતી. જેમાં પરિણીતા, એકલવ્ય-ધ રોયલ ગાર્ડ, લફંગે પરિંદે, લગા ચુનરી મેં દાગ, મર્દાની, હેલિકોપ્ટર ઈલા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના નિર્દેશનમાં ઘણી વેબ સિરીઝ પણ બની હતી. જેમ કે ફોરબિડન લવ, એરેન્જ્ડ મેરેજ, કોલ્ડ લસ્સી અને ચિકન મસાલા. પ્રદીપ સરકારના નિર્દેશનમાં બનેલી છેલ્લી શ્રેણી દુર્ંગા હતી.