Gujarat

દેશની પ્રજા સાથે છેતરપિંડી કરનારૂ બજેટ : પરેશ ધાનાણી

કેન્દ્રીય બજેટ વધુ એક વખત દેશની જનતા સાથે છેતરપિડી સમાન હોવાની પ્રતિકિયા આપતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રિય બજેટ મોંઘવારી – બેરોજગારી – અસમાનતા વધારનારું છે.

દર વર્ષે બે કરોડ નોકરીઓનું સર્જન એટલે કે સાત વર્ષમાં ૧૪ કરોડ નોકરીની વાત કરનાર મોદી સરકારમાં એક વર્ષમાં ૭.૫ કરોડ લોકોએ નોકરી – રોજગાર ગુમાવ્યા છે. કેન્દ્રીય બજેટથી દેશમાં અસમાનતામાં વધારો થશે. સામાન્ય અને મધ્યમ વર્ગ મોઘવારીમાં કચડાઈ જશે. શું આ મોદી સરકારના અચ્છે દિનના વાયદા છે ? નાણાં ફાળવણી નહીં અને રોજગારની વાતો નહીં, આ તો કેવું બજેટ ?. અગાઉના પાંચ વર્ષના બજેટમાં કરેલી જાહેરાત ફરીથી યોજના તરીકે જાહેરાત કરવામાં આવી.

એક તરફ રેલવેનું ખાનગીકરણ તરફ આગળ વધતી કેન્દ્ર સરકાર આંકડાઓની માયાજાળ રચી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં રેલવેનો જાહેરાતોમાંથી ૭૦ ટકા બજેટમાં રેલવેની વિવિધ જાહેરાતો માત્ર કાગળ ઉપર જ છે.

ધાનાણીએ કહ્યું હતું કે સરકારી નફા કરતી કંપનીઓને વેચવાનો કારસો છે. એલ.આઈ.સી.ના ભોગે ખાનગી વિમા કંપનીઓને નફો કરાવવા કેન્દ્ર સરકારની રમત છે. પ્રદૂષણ સતત વધી રહ્યું છે તેને રોકવામાં કેન્દ્ર સરકાર નાકામ તેની કબૂલાત કરી. એક તરફ કોંગ્રેસના શાસનમાં નફા કરતા એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપી રહી છે. મોદી સરકાર અને બીજીબાજુ નવા એરપોર્ટોની જાહેરાતો કરે છે. રેલવે, એલ.આઈ.સી., બી.એસ. એન.એલ., બીપીસીએલ, સહિતના નફા કરતા જાહેર સાહસો વેચવાનું શરૂ કર્યું અને હવે રસ્તાઓ અને હાઈવે ઉદ્યોગપતિઓને સોંપવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top