વડોદરા : એક તરફ રાજ્ય સરકાર બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા કટીબદ્ધ છે ત્યારે બીજી તરફ કારેલીબાગમાં આવેલી ખાનગી શાળાના સંચાલકોએ મકાન જર્જરિત થયું હોવાને કારણે શાળા બંધ કરવાનો નિર્ણય લેતા બાળકોના વાલીઓની પરેશાનીમાં વધારો થયો છે. કારેલીબાગમાં જીવનભારતી સ્કુલમાં મારી બંને દિકરીઓ નામે હિતિક્ષા કમલેશ પરમાર, દ્વિતી કમલેશ પરમાર આ બંને દીકરીઓને સ્કુલ જર્જરીત હોવાના કારણે સ્ફુલ બંધ કરીએ છીએ તેવું સ્કૂલના સંચાલકો દ્વારા કહેવામાં આવે છે પરંતુ હાલમાં મોંઘવારી બેરોજગારીમાં પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યું છે તેવા સમયે હાલ બીજી સ્કૂલમાં એડમિશન લેવું હોય તો તેનો ખર્ચ સાથે અલગ યુનિફોર્મ તેમજ અન્ય ખર્ચ સંચાલકો દ્વારા વળતર આપવામાં આવે તેવી અમારી માંગ છે સાથે સ્કૂલમાં કોરોના સમય દરમિયાન પણ અમોએ તમામ રીતની ફી ભરી છે સાથે ચાલુ વર્ષમાં સ્કૂલ દ્વારા ફી વધારો કરવામાં આવ્યો છે છતાં પણ અમે વાલી તરીકે તમામ ફી ભરી ચૂકેલ છે.
જયારે સ્કુલમાં ફી બાકી હોય ત્યારે સ્કુલના સંચાલકો સર્ટિફિકેટ આપતાં નથી,સ્કુલની ફી બાકી હોય ત્યારે બાળકોને સાથે વાલીને વારંવાર જાળ કરે છે પરંતુ હાલમાં ઓચિંતી સ્કૂલ બંધ કરવાના કારણે બંને દીકરીઓને અન્ય ખર્ચ માટે કોણ જવાબદાર છે.? તેઓ પાસેથી અમોને વળતર આપવામાં આવે સાથે સ્કૂલ કયા કારણોસર બંધ કરવામાં આવી છે તેની સંપૂર્ણ વિગત અમોને 15 દિવસમાં આપશો સાથે અમારી વાલીની પરવાનગી વિના સ્કૂલ કેમ બંધ કરવામાં આવી અને હાલ તાત્કાલિક માં જો સ્કૂલ બંધ કરવી હોય તો અમોને બીજી સ્કૂલમાં તાત્કાલિક એડમિશન કરી આપવામાં આવે સાથે યુનિફોર્મ તેમજ અન્ય ખર્ચ જે તે સ્કૂલના સંચાલકો દ્વારા વળતર આપવામાં આવે તેવી અમારી માંગ છે અને જો આવનારા દિવસોમાં અમોને વર્તન નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે સાથે અમારા બાળકનું ભવિષ્ય બગડે છે તેની સંપૂર્ણ જવાબદારી શાળા સંચાલકો સાથે જિલ્લા શિક્ષણ વિભાગની રહેશે.