Charchapatra

પેરન્ટિંગ – બાળ ઉછેર , કઠીન તપસ્યા

અમેરિકામાં બાળકોનો ઉછેર કરવો ખૂબ જ અઘરો છે. ૫૦ % કરતાં વધારે મા-બાપ સ્ટ્રેસમાં જીવે છે, લાચાર છે તથા એકલતા અનુભવે છે. એકલતા અને ચિંતા અહીંના મુખ્ય મુદ્દા છે.આ વાત અમેરિકાના જનરલ સર્જન ડૉ વિવેક મૂર્તિએ કહી છે. બીજા બધા સમવયસ્કોની સરખામણીમાં ૫૦ % મા બાપ બાળકોને ઉછેર કરતા કરતા એકલતા અને ચિંતા અનુભવે છે જેને કારણે ફિઝિકલ અને મેન્ટલ ઘણા બધા પ્રોબ્લેમ્સ તેઓને થાય છે. બાળકોનો ઉછેર કરવો તે સિગરેટ નું વ્યસન છોડવું તથા બ્લડપ્રેશર ને કાબુમાં લાવવા કરતા પણ અઘરું છે.

બાળકોને કારણે મા-બાપ ને કેરિયર માં વિઘ્નો આવે છે, સર્વિસમાં તેઓ સમય આપી શકતા નથી, ઘરના કામકાજમાં વ્યસ્ત હોવાથી પણ સમય મળતો હોતો નથી તેવા સમયે બાળકોના ઉછેર માટે વધારે કામ કરવું પડે છે. મગજને કાબુમાં રાખવું પડે છે. મોટું મકાન લેવું પડે છે. મકાનના હપ્તા ભરવામાં માટે ખૂબ મહેનત કરવી પડે છે. બાળકોના ઉછેર માટે પણ ખૂબ ખર્ચ થાય છે . ડે કેર, બાળકોની સ્કૂલની ફી, રમતગમતની તથા બીજી બધી એક્ટિવિટીઝના કલાસીસ માટે પણ સતત સમય કાઢવો પડતો હોય અને પૈસાનો ઘણો ખર્ચ કરવો પડતો હોય છે તથા મહેનત પણ ઘણી કરવાની થાય છે.

બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા, એના પર અંકુશ લાવવો , એમના સ્ક્રીન ટાઈમને કાબુમાં રાખવું આજના અમર્યાદિત ઇન્ટરનેટના સમયમાં ખૂબ જ ચિંતા ઉપજાવનારુ છે, અને મા બાપ લાચાર બની જાય છે. અને મોબાઈલ હાથમાં આપી છુટકારો અનુભવે છે. આ ઉપરાંત ગન કલચર તથા ડ્રગ્સ કલચર પણ માબાપની ચિંતામાં વધારો કરતું રહે છે. કોમ્પ્યુટરની સોફ્ટવેર કંપનીઓએ મોબાઈલમાં તથા કોમ્પ્યુટરમાં બાળકો માટે તથા સૌને માટે સેઇફ પ્લેટફોર્મ બનાવવા જોઈએ જેથી તેઓ બીજે રસ્તે ભટકી નહી જાય.

કંપની વાળાએ પણ પોતાના કર્મચારીઓ માટે મા બાપને સ્પેશિયલ રજા આપવી જોઈએ તથા તેઓને માટે બાળકોના ઉછેરની ટ્રેઇનિંગ સેશનનું પણ આયોજન કરવું જોઈએ. બાળકોને સારી રીતે ઉછેરવા માટે માત્ર માબાપ જ નહીં પરંતુ કુટુંબના દરેક સભ્યો , પડોશી તથા મિત્રોની પણ ખૂબ જરૂરિયાત રહે છે. જો કુટુંબમાં પ્રેમ , સંપ અને સહકારનુ વાતાવરણ રાખીશું અને એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝની ભાવના જો હશે તો આ બાળ ઉછેર નો કઠીન સમય પણ એક અણમોલ યાદગાર માણવાલાયક લ્હાવો બની શકે છે.
અમેરિકા           – ડૉ ચંદ્રેશ જરદોશ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top