પારડી : પારડી (Pardi) ચાર રસ્તા ચાઇનીસ લારી પાસે દરરોજ કોલેજ (Collage) અને શાળામાંથી (School) છૂટ્યા બાદ ઘરે જવા માટે વિદ્યાર્થીઓ (Student) જાહેર માર્ગ પર એસટી બસ (ST Bus) પકડવા માટે પડાપડી કરતા હોય છે. જેમાં કોઈક વખત મોટો અકસ્માત થવાની સંભાવના સેવાઈ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે પારડી ચાર રસ્તા નજીક પેટ્રોલપંપની બાજુમાં એસટી બસ ડેપો બનાવાયો છે. આ એસટી ડેપોમાં ભાગ્યેજ એસટી બસ આવ-જા કરે છે.
- એસટી ડેપોમાં ભાગ્યેજ એસટી બસ આવ-જા કરે છે
- એસટી બસો હાઇવેથી બારોબાર નીકળી જવાની બૂમ
- વિદ્યાર્થીઓને બસ પકડવા માટે મજબુર થઇ ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોય છે
એસટી બસો હાઇવેથી બારોબાર નીકળી જવાની બૂમ ઉઠી રહી છે. આ બાબતે પારડી પાલિકાના વિપક્ષના નેતા ગુરમિતસિંગ ચંડોકે કહ્યું કે, સરકારે કરોડો રૂપિયા બસ સ્ટેન્ડ માટે ખર્ચ્યા છે જેનો સદુપયોગ થતો નથી અને જેના કારણે પારડી ચાર રસ્તા પર વિદ્યાર્થીઓને બસ પકડવા માટે મજબુર થઇ ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોય છે. આ ઉપરાંત પારડી એસટી બસ ડેપો નિયમિત ચાલુ કરવામાં આવે અને અન્ય સમસ્યામાં વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગને માસિક પાસની સુવિધા અહીં ઉપલબ્ધ કરાવાય એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે. હાલમાં તો પાસ માટે વલસાડ સુધી લંબાવવું પડે છે.
પારડીના કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગથી ટ્રાફિકજામ: લોકો પરેશાન
પારડી: પારડી તાલુકાના કલસર પાતલિયા ચેકપોસ્ટ ઉપર દમણથી આવતા સહેલાણી અને નોકરિયાત વર્ગોના વાહનોનું પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવતા કલાકો સુધી વાહનોની લાંબી કતાર લાગતા વાહનચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તેમજ પાતલિયા ચેકપોસ્ટ પાસે માર્ગની હાલત બિસ્માર હોવાથી વાહન ચાલકોની ટ્રાફિકમાં ઔર વધારો થઈ રહ્યો છે. જોકે દમણ અને ગુજરાતને જોડતો કલસર પાતલિયાનો બંને બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકતા થોડી રાહત થઈ છે. જોકે રોજના પોલીસના વાહન ચેકિંગથી નોકરીયાત લોકો પરેશાન થઈ રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે પોલીસ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવે એવી વાહન ચાલકોમાં બૂમ ઉઠી રહી છે.