પારડી : પારડી (Pardi) પોલીસની (Police) ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે સેલવાસથી (Selvaz) પીકપ ટેમ્પામાં (Pickup Tempo) દારૂનો જથ્થો ભરી સુરત લઈ જતા ચાલકને ઝડપી પાડ્યો હતો. પારડી તાલુકાના ઓરવાડથી તીઘરા જતા રોડ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો બોલેરો પીકપ ટેમ્પો આવતા પોલીસે રોક્યો હતો. જેમાં તપાસ કરતા મીણીયાના થેલાઓ ખસેડીને જોતા પૂઠાના બોક્સમાં દારૂની બોટલ નંગ 192 જેની કિં.રૂ.1,09,000 મળી આવ્યો હતો. ટેમ્પાની કિં.રૂ. 5 લાખ, મોબાઇલ સહિત કુલ રૂ. 6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ટેમ્પો ચાલક રવિ ઓમકારલાલ વર્મટ (રહે સુરત, મૂળ રહે. ઉજ્જૈનને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર ઐયાઝ આરીફ શેખ અને જથ્થો મંગાવનાર રાજુભાઈને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસને તપાસમાં ટેમ્પાનો સાચો રજીસ્ટ્રેશન હોવાનું જાણવા મળ્યું હતું અને ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ
શેખપુરમાં 92 હજારનો દારૂ ઝડપાયો
અનાવલ: મહુવાના શેખપુર ગામેથી પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1053 બોટલ કિંમત રૂ.92,100 અને કાર કિંમત રૂ.2 લાખ મળી કુલ 2,92,100 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી ફરાર ચાલકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. મહુવાના શેખપુર ગામે નિશાળ ફળિયામાં રેહતો મહેન્દ્ર ઉર્ફે ડેગો કાંતુ પટેલ વિદેશી દારૂ ભરેલી કાર લઈ પસાર થનાર હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન બાતમીવાળી કાર આવતાં પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો.
કારની તલાસી લેતાં અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
પોલીસને જોઈ ચાલક મહેન્દ્ર પટેલ કાર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તલાસી લેતાં અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-1053 કિંમત રૂ.92,100 અને કાર કિંમત રૂ.2 લાખ મળી કુલ 2,92,100 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી ફરાર મહેન્દ્ર પટેલને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.