Dakshin Gujarat

106 નોટ આઉટ : સક્રિયતાની બાબતે યુવાઓને માત આપતી આ દાદીમાંનો જોશ છે અડીખમ

પારડી: બૉલીવુડની 101 નોટ આઉટ જીવનની સદી ફટકારી ચૂકેલા વૃદ્ધોના જીવનની ફિલોસોફી ઉપર આધારિત હતી .ત્યારે જીવનમાં સક્રિય રહેવાથી હેલ્થને ફાયદા થાય છે તે વાત પણ સાચી છે. તન સ્વસ્થ રહેવાથી મન પણ પ્રસ્સન રહે છે. આવી જ કંઈક કહાની વાપીના પારડીના (Pardi) વાપી (Vapi) ખાતે રહેતા દાદીની ( Grandma) સુલોચનાબેન (Sulochna Ben) જોશી (Joshi) ઉપર લાગુ પડે છે.જેમનો જન્મ 1914માં મહારાષ્ટ્રના (Maharastra) દહાણુ (Dahanu) ગામે મિશન કોટેજ હોસ્પિટલમાં થયો હતો. સુલોચનાબેન જોશી પારડી તાલુકાના ઉદવાડા ઓરવાડ વસ્તુ એપાર્ટમેન્ટમાં છે.આ દાદી 106 વર્ષની ઉમરમાં (In Age Of 106) માં પણ સંપૂર્ણ સ્વસ્થ અને ઉત્સાહી રીતે જીવન પસાર કરે છે. તેઓ જણાવે છે કે પોતે આ ઉંમરમાં પણ તેમના રોજિંદા કામો જાતે કરીને સક્રિય રહે છે.વાંચનની સાથે બીજી અનેક પ્રવૃત્તિમાં ખુબ જ સક્રિય છે. આજની યુવા પેઢીએ જરૂરથી દાદીની કહેલી વાતો ઊપરથી શીખ લેવી રહી,હા દાદી ઇન્ટરનેટ કે પછી ટેક્નોલોજીથી દૂર છે તેઓને આજે પણ વાંચનમાં ખુબ જ રુચિ છે.

  • મહારાષ્ટ્રના દહાણુમાં 1914માં જન્મ બાદ દમણ સ્વતંત્ર્ય સેનાની ચળવળમાં ભાગ લીધો હતો
  • દાદીમાં આજે પણ લાકડીના સહારા વિના ચાલી શકે, ચશ્મા વગર પેપર વાંચન કરી શકે છે

સુલોચનાબેન જોશી જેઓ 106 વર્ષની ઉંમર ધરાવે છે
આજના યુગમાં ભાગ્યે જ કોઈક સેન્ચ્યુરી ઉપરની વયનું વ્યક્તિ જીવન જીવે છે. ત્યારે પારડી નજીકના ઉદવાડા ખાતે રહેતા એક વૃદ્ધ મહિલા કે જેઓ 106 વર્ષની ઉંમર ધરાવે છે. તેઓ હજી પણ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. હાલ દમણના ભીમપોર ખાતે રહેતા સુલોચનાબેન છગનલાલ જોશીનો જન્મ 1914માં મહારાષ્ટ્રના દહાણુ ગામે મિશન કોટેજ હોસ્પિટલમાં થયો હતો. સુલોચનાબેન જોશી પારડી તાલુકાના ઉદવાડા ઓરવાડ વસ્તુ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના સબંધી ભાણેજ અશોક પંડ્યાના ઘરે રહેવા આવ્યા હતા. 106 વર્ષના સુલોચનાબેને જણાવ્યું હતું કે તેઓએ રામાયણ, ગીતા, મહાભારત જેવા પુસ્તકનો અભ્યાસ કર્યો છે. હિન્દી, મરાઠી, ગુજરાતી માતૃભાષા બોલતા આવડે છે.

દેવપૂજા તેમજ આજે પણ ઘરનું કામ જાતે જ કરે છે
અશોક પંડ્યાએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાની ચળવળમાં પણ સુલોચનાબેને ભાગ લીધો હતો. તેઓનું મગજ આજે પણ સારું છે, અમુક વય વૃદ્ધ વ્યકતિઓનું મગજ યાદશક્તિ ખોઈ બેસે છે, પરંતુ સુલોચનાબેન આજે પણ તેઓ યાદશક્તિ ધરાવે છે. તેઓ લાકડીના સહારા વિના એકલા ચાલી શકે છે, તેઓ આજે પણ 106 વર્ષના થયા છતાં યે ચશ્મા વગર પેપર વગેરે વાંચનો કરે છે. બાળકો સાથે પણ તેઓ ખૂબ જ પ્રેમ ધરાવે છે. દેશની આઝાદી પૂર્વે સ્વાતંત્ર્ય સેનાની તરીકે દમણમાં પોતાની આગવી ઓળખ ધરાવી છે.

હેલ્થ ઇસ વેલ્થની કહેવત દાદીએ સાર્થક કરી બતાવી
આજની યુવા પેઢીમાં ઇન્મયુંનીટીના ઈશ્યુઓ માથાના દુખાવા સમાન છે. યાંત્રિક જીવનશૈલીમાં ઓતપ્રોત રહીને બીમારીઓને નોતરી દેય છે. બીજું કારણ ફાસફૂડ ,જંકફૂડ પણ છે જેને લઇ ઓબેસિટી પણ યુવાઓમાં ઘર કરી ગઈ છે. એવામાં આ દાદીની સક્રિયતા ઉપરથી બોધપાઠ દરેક ઉમરના લોકોએ લેવા જેવો છે. પોતાના રોજિંદા કામો સ્વયં કરીને સક્રિય રહેવથિ શરીર અને મગજ બને સારા ચાલે છે. ત્યારે ઇન્ટર નેટના યુગ માં બધું ઇન્સ્ટન્ટ મેળવવાની જંખના ઉપર જો મહદ અંશે બ્રેક મારી શકાતી હોઈ તો સારી બાબત છે. એટલે જ તો દરેક બડા બુઝુર્ગો હંમેશા કહેતા હોઈ છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા અને હેલ્થ ઇસ વેલ્થ.

Most Popular

To Top