પારડી : પારડીની (Paedi) ડીસીઓ શાળા (D.C.O.School) નજીક ગઇકાલે બે મિત્ર તેમની બહેનને શાળાએ લેવા ગયા બાદ કોટલાવ ખાતે રહેતા ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી (Death Threat) આપી હતી. ત્રણ પૈકી એકે બન્ને મિત્રને ‘તમારી મેટર શું છે ? મારા ભાઇ સાથે કેમ વાત કરે છે અને અહી કેમ ઉભા છે’, એમ જણાવી ઝઘડો કર્યો હતો. એટલું જ નહી માર મારી એક પર કડાં વડે હુમલો (Attac) કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પારડી સ્વાધ્યાય મંડળ રોડ ખાતે રહેતા દીપ અશોક સિંહ તેના પડોશી મિત્ર રામજી ક્રિષ્ના યાજ્ઞિક સાથે ડીસીઓ શાળામાં અભ્યાસ કરતી રામજીની બહેનને લેવા માટે ગયા હતા. તે દરમિયાન ડીસીઓ શાળા સામે ઉભા હતા.
ત્રણે જણા બીજી વાર મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી
તેઓની સાથે ભણતો વીર આવીને વાતચીત કરતો હતો. તે દરમિયાન વીરનો ભાઈ પાર્થ તેના મિત્ર હાર્દિક સાથે આવીને જણાવ્યું હતું કે તમારી શું મેટર છે, મારા ભાઈ સાથે શું વાત કરે છે, અને અહીં કેમ ઊભા છો તેમ જણાવી ગાળો આપી હતી. ઉશ્કેરાઈ જઈ પાર્થ અને હાર્દિકે પણ માર માર્યો હતો. જ્યારે વીરના ભાઈ પાર્થે હાથમાં પહેરેલા કડા વડે દીપના માથામાં માર મારતા ઇજા પહોંચતા પારડી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બાઈક પર બેસી ભાગી છુટ્યો હતો. આ અંગે ઇજાગ્રસ્તનો ભાઈ અનિકેત અશોક સિંહએ પારડી પોલીસ મથકે વીર, પાર્થ અને હાર્દિક (રહે. કોટલાવ) ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ત્યારે પારડી ડીસીઓ સામે રોજના રોમિયોગીરી કરવા આવતા યુવકોને પોલીસ શબક શીખવે તે જરૂરી બની રહ્યું છે.
જલાલપોરની સગીરાનું લગ્નની લાલચે અપહરણ
નવસારી : જલાલપોરની સગીરાનું લગ્ન કરવાની લાલચે અથવા બદકામ કરવાના ઈરાદે યુવાન અપહરણ કરી લઈ ગયાનો હોવાની શંકા રાખી જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, જલાલપોરમાં રહેતી સગીરા ગત 12મીએ સાંજે તેના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. દરમિયાન સગીરા મોડી સાંજ સુધી પરત ઘરે નહીં ફરતા પરિવારજનોએ તેણીની આજુબાજુના વિસ્તારમાં અને સગાં-સબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ તેણીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. સગીરાના પરિવારજનોને મૂળ રાજસ્થાન અને હાલ વિજલપોર શ્યામનગરમાં રહેતો વિનોદ મોતીલાલ માળી સગીરાને લગ્ન કરવાની લાલચે અથવા બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયો હોવાની શંકા ગઈ હતી. જે શંકાના આધારે સગીરાના પિતાએ વિનોદ માળી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. એન.એમ. આહિરે હાથ ધરી છે.