પારડી: પારડી (Pardi ) ચાર રસ્તા સેન્ટર પોઈંટ (Center Point)પાસે કોન્ટ્રાકટરની કારનો (Car) પારા વડે કાચ તોડી બેગ ઉઠાંતરીનો પ્રયાસ થયો હતો. આ બનાવમાં શંકાસ્પદ ચોરને કાર ચાલકે ઝડપી પોલીસને (Police) સોંપી દીધો હતો. પારડી સેન્ટર પોઈંટ ખાતે ઓફિસ ધરાવતા કોન્ટ્રાકટર જીજ્ઞેશ પટેલ પોતાની સેન્ટર પોઈંટ પાસે રોડની બાજુમાં મૂકી ઓફિસમાં ગયા હતા. ત્યારે એક પ્રાતીય ઈસમે કારમાં બેગ જોતા રબરની ગિલોલ બનાવી પારા વડે કારની પાછળના દરવાજાનો કાચ તોડી કારમાં રાખેલી બેગ ઉઠાંતરીનો પ્રયાસ કર્યો હતો.
ભરચક વિસ્તારમાં તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ
લોકોના અવરજવરથી ભરચક વિસ્તારને લઈ બેગ ઉઠાવવામાં સફળ ન રહેતા ચોર બજાર તરફ ચાલ્યો ગયો હતો. જેનો પીછો કરી કોન્ટ્રાકટર જીગ્નેશ પટેલે પકડીને પારડી પોલીસના હવાલે કર્યો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. પારડી સેન્ટર પોઇન્ટ પાસે ચોરને કાર માલિક કોન્ટ્રેક્ટરે પકડીને પોલીસના હવાલે કર્યો હતો.જોકે પારડીમાં સેન્ટર પોઇન્ટ ભરચક વિસ્તારો પૈકોનો એક વિસ્તાર કહેવાય છે જ્યાં તસ્કરો દ્વારા આવી હરકતો કરવી એ પણ એક આશ્ચર્યનો વિષય બની જાય તેવી બાબત છે.
વાંસદાના હનુમાનબારીના ત્રણ ઘરમાં રૂ.1.30 લાખની ચોરી, ચાર ચોર પકડાયા
વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે ઓમનગર સોસાયટીમાં મોડી રાત્રે ત્રણ ચાર ઘરોમાં ચોરી થઈ હતી. લોકોએ તુરંત પોલીસને જાણ કરતાં પેટ્રોલિંગ કરતી પોલીસે ૭ ચોર પૈકી ૪ ચોરને તરત ઝડપી પાડ્યા હતા. જ્યારે ૩ ચોર નાસી ગયા હતા.
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે ઓમનગર સોસાયટીમાં જયદીપભાઈના ઘરના ત્રણ કબાટ તોડી ઘરેણાં અને રોકડા મળી કુલ ૧,૧૪,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. બીજા સ્નેહલભાઈ ડાહ્યાભાઈ પરમારના ઘરનું તાળુ તોડ્યું હતું, પણ કંઈ ચોરાયું નથી તથા ઓમનગર-૨માં રહેતા અનિલભાઈ બાબુભાઈ પટેલના ઘરે તાળા તોડી બેગમાં મૂકેલા રૂપિયા ૫ હજાર લઈ ગયા હતા અને બાજુમાં રહેતા કમલેશભાઈ રઘુભાઈના ઘરના તાળા તોડી ઘરમાં મૂકેલા ચાંદીના સાંકળા અને રોકડા મળી કુલ ૧૧ હજારની ચોરી કરીને સ્કોર્પિયો ગાડી નંબર એમ.એચ.૦૬ બી.ઈ. ૩૨૮૭ લઈને ભાગ્યા હતા. એક ઘરના દરવાજા તોડવાનો આવાજ આવતા પડોશી જાગી જતાં પોલીસને જાણ કરી હતી.
ત્રણ ઘરોમાંથી રૂપિયા ૧,૩૦,૦૦૦ ની મતાની ચોરી થઈ હતી
પેટ્રોલિંગ કરતાં વાંસદા પી.એસ.આઈ એ.એન.ચૌધરી અને અનિલ પટેલ, જયંતિભાઈ તથા સ્ટાફે ફિલ્મી ઢબે પીછો કરતા વઘઈ નજીક તાડપાડા ગામ પાસેથી ૭ પૈકી એકનાથ ઉર્ફ કેલાશ ઉર્ફ કાળું મામદેવ રાઠોડ, પ્રભાકર ગંગારામ પવાર, સુનીલ શેષરાવ સિંદે, ચિરંજીવી આર. સિંદે તમામ (રહે. ગોંદી, જી. જાલના મહારાષ્ટ્ર)ને પકડી પાડ્યા હતા. જ્યારે વિલાસ ઉર્ફ વકીલ બાબુરાવ સિંદે, કિરણ ઉર્ફ ભેયા વિલાસ ઉર્ફ વકીલ સિંદે, કિરણ શેષરાવ સિંદે તમામ (રહે. તાડપાડા ગામ પોસ્ટ ગોંદી તા. અંબલ, જિ.જાલના મહારાષ્ટ્ર )ને વોન્ટેડ જાહેર કર્યા હતા. ત્રણ ઘરોમાંથી રૂપિયા ૧,૩૦,૦૦૦ ની મતાની ચોરી થઈ હતી, જેની પોલીસે મથકે જયદીપ પરમારે ફરિયાદ આપી હતી. જેની વધુ તપાસ વાંસદા પી.એસ.આઈ. એ.એન.ચૌધરી કરી રહ્યા છે.