પારડી: (Pardi) પારડી પારનદી બ્રિજ (Bridge) ઉપર રવિવારે સવારે 10 થી 11 વાગ્યાના સુમારે સુરતથી મુંબઈ તરફ જતા ટ્રેક પર એક સાથે 8 વાહન એકબીજા સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં સૌથી પહેલા આગળ એક ટેમ્પો અને ઈક્કો કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી 8 કાર (Car) એક પાછળ એક અથડાતા વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો.
- સુરતથી મુંબઈ તરફ જતા ટ્રેક પર ઈકો કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી કારો અથડાઈ
- દમણ ફરવા માટે જવા નીકળેલા પરિવારને અકસ્માતમાં 5 ને ઇજા
વલસાડ, બારડોલી, ભરૂચ, સુરત, વડોદરાના પરિવાર દમણ ફરવા માટે આજે નીકળતા પારનદી બ્રિજ પર અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે પારનદી બ્રિજ ઉપર વાહનોની લાંબી કતાર લગતા પોલીસે વાપીથી ક્રેન બોલાવી તમામ વાહનો ITI કોલેજ પાસે સાઈડમાં કર્યા હતા. અકસ્માતમાં એક બે કારમાં બેઠેલા પરિવારની મહિલાને ઇજા પહોંચી હતી. જેને 108 એમ્બ્યુલન્સ મારફત નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. રવિવારની રજા માણવા વાપી દમણ ફરવા માટે નીકળ્યા હતા. પરંતુ એક સાથે 8 વાહન વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાતા તેઓનો રવિવાર બગડ્યો હતો.
તમામ કારને આગળ બોનેટમાં અને પાછળ ડીકીમાં મોટું નુકશાન થવા પામ્યું હતું. જેમાં અમુક કારો અકસ્માતમાં એન્જીન અને રિડીયટર ડેમેજ થતા લાખો રૂપિયાનું નુક્શાન થવા પામ્યું હતું. જોકે અકસ્માતમાં 6 થી 7 કારમાં સવાર પરિવારની મહિલાઓ, વડીલો અને બાળકોને ઇજા થઇ હતી. જેમાં સુરતના યુવાનને હાથમાં ફેક્ચર, બારડોલીની મહિલાને મોઢામાં અને હાથમાં ફેકચર થયું હતું. જેઓને પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અકસ્માતમાં એક ટેમ્પો અને ઈક્કો કાર ચાલકે અચાનક બ્રેક મારતા ઘટના બની હતી અને બંને ચાલક ભાગી છૂટ્યા હતા.
રાજપારડી પાસે ભૂંડવા ખાડીના પુલ પર ટ્રક બગડતા 2 કિ.મી ટ્રાફિકજામ
ભરૂચ: માથાનો દુખાવો સમાન રાજપારડીથી ઝઘડિયા રોડ ભૂંડવા ખાદીના પુલ પર ટ્રક બગડતા બન્ને ટ્રેક પર ૨ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. રવિવારે વનરાજીમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જનારા ગુજરાતના પ્ર્રવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. ખાસ કરીને રાજપારડી નજીક ભૂંડવા ખાડીમાં તદ્દન સાંકળા પુલ પર એક ટ્રક બગડી ગઈ હતી. જેને કારણે ઝઘડિયાથી રાજપારડી તરફ આવતા વાહનોની લાંબીલચક કતારો લાગી હતી. જયારે રાજપીપળા તરફથી આવતા વાહનો ટ્રાફિકજામમાં ફસાયા હતા. બંને બાજુ વાહનોનો જમેલો જોતા રાજપારડી પોલીસના જવાનોએ બગડેલી ટ્રકને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો. ઇકો પોઈન્ટ ગણાતા કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ પ્રવાસીઓ માટે ઝઘડિયા રૂટ અનુકુળ હોય છે. આ રોડ પરથી ભારેખમ અને સામાન્ય વાહનો ૨૪ કલાક ધમધમતો રહે છે. આ રોડ વર્ષોથી સમારકામને કારણે ઠેક ઠેકાણે ડાયવર્ઝન આપેલા હોવાથી સિંગલ ટ્રેક રોડ બન્યો છે. જેને કારણે વાહન ચાલકો માટે ટ્રાફિકની સમસ્યા કફોડી બની છે.