Dakshin Gujarat

પારડી હાઈવે પરથી કેશરોલની આડમાં 9.12 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

પારડી: (Pardi) પારડી નેશનલ હાઇવે નંબર 48 વલ્લભ આશ્રમ સ્કૂલ સામે દારૂની (Alcohol) હેરાફેરીની બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક (Truck) આવતા પોલીસે અટકાવી હતી. જેમાં તપાસ કરતા સૌ પ્રથમ ગરમ રોટલી મૂકવાના કેશરોલ નંગ 960 જેની કિં.રૂ. 1.92 લાખનો જથ્થો જોવા મળ્યો હતો. પોલીસે ઝીણવટભરી રીતે તપાસ કરતા કેસરોલના જથ્થાની નીચે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂની બોટલ નંગ 8688 જેની કિંમત રૂ. 9.12 લાખ થાય છે, તે જથ્થો કબજે કર્યો હતો. ટેમ્પો સહિત કુલ રૂ. 16.19 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ટ્રકચાલક રાહુલ શિવાજી અંગતરાવ કદમ અને ક્લીનર દિપક તાનાજી એકનાથ સર્વે તેમજ મલ્હારી ઉત્તમ દિગંબર પવાર (ત્રણેય રહે નવી મુંબઈ)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. દમણથી દારૂ ભરાવનાર એક ઈસમ તેમજ મહારાષ્ટ્ર વસઈના ગુપ્તા નામના શખસને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.

પલસાણાના અમલસાડીમાંથી 5 લાખથી વધુના દારૂ સાથે એકની અટકાયત
પલસાણા: પલસાણા પોલીસે અમલસાડી-મીંઢોળા નદી કિનારે દારૂના જથ્થાનું કાર્ટિંગ કરે એ પહેલાં એનાના લિસ્ટેડ બુટલેગરના 5.17 લાખનો દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે ત્રણને વોન્ટડ જાહેર કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકા પોલીસમથકની ટીમ રવિવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પલસાણાના અમલસાડી ગામે આશ્રમ ફળિયા પાસે નદી કિનારે ગાડીમાં તેમજ ઝૂપડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો કાર્ટિંગ કરવા માટે સંતાડી રખાયો છે. જે બાતમીના આધારે પલસાણા પોલીસની ટીમે સ્થળ પર જઇ રેઇડ કરતાં પોલીસે એક કાર નં.(જીજે ૨૧ એણ ૮૮૫૩) કિંમત ૩ લાખ, નંબર વગરની મોપેડ કિં.રૂ.૫૦ હજાર તેમજ વિદેશી દારૂનીની નાની-મોટી બોટલ તથા બિયરનાં ટીન મળી કુલ નંગ ૩૧૪૪ કિંમત ૫૧૭૨૦૦ રૂપિયા તેમજ મોબાઇલ ફોન નંગ-૧ કિંમત ૧૦ હજાર મળી કુલ ૮૭૭૨૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે જિગ્નેશ ગુરજી હળપતિ (ઉં.વ.૩૧) (રહે., અમલસાડી, આશ્રમ ફળિયું, તા.પલસાણા)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે કારચાલક વિરાંગ ઉર્ફે બન્ટો રમેશ રાઠોડ (રહે.,એના, નવી ગીરનાર ફળિયું, તા.પલસાણા), સતીષ ઉર્ફે લાલુ કાંતુ રાઠોડ (રહે., બારડોલી) અને એક સુઝુકી કંપનીની વગર નંબરની જ્યુપિટર મોપેડના ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top