પારડી શહેર અને તાલુકામાં ગુરૂવારે હેલી સવારથી ધીમી ધારે વરસાદ શરુ થયો હતો અને બપોર બાદ જોરમા વરસાદ ખાબકતાં પારડી એસટી ડેપો, એચડીએફસી બેંક, પ્રજાપતિ હોલની સામે સહિત અનેક માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા. ડો. લતેશ પટેલે જણાવ્યું હતું કે મારુતિ સોસાયટી પાસે દર વર્ષે પાણી ભરાઈ જાય છે, તેમણે અત્યાર સુધીના તમામ પ્રમુખોને રજૂઆત કરવા છતાંયે આજદિન સુધી પાણી ભરાવવાની સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવતા અહીંના સ્થાનિક લોકોને અવર જ્વર કરવામાં મુશ્કેલી પડી રહી છે.
નાળા નાખવા માટે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. પારડી તાલુકાના ઉમરસાડી, બાલદા, પરીયા, કોલક વગેરે ગ્રામીણ વિસ્તારમાં વરસાદે માઝા મૂકી હતી. સમગ્ર વલસાડ જિલ્લામાં લાંબા સમય બાદ ફરી વાતાવરણ વરસાદ વરસતા લોકો છત્રી, રેઇનકોટ લઈને ઘરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. ગ્રામીણ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો.