Vadodara

સ્ટ્રોંગ રૂમ સી.સી.ટીવીથી સજ્જ અર્ધ લશ્કરી દળો તૈનાત

વડોદરા: વડોદરા શહેર જિલ્લાની દસ વિધાનસભા બેઠકોની મતગણતરી તા.8 ડિસેમ્બરના ગુરુવારના રોજ પોલીટેકનિક કોલેજ ખાતે સવારે આઠ કલાકથી હાથ ધરવામાં આવશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે જણાવ્યું છે. શહેર જિલ્લાની દસ વિધાનસભા બેઠકોના ઇવીએમ મશીન પોલોટકનિક સ્થિત સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે.જ્યાં અર્ધ લશ્કરી દળોના જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવા સાથે 70 જેટલા સી.સી.ટીવી કેમેરાથી નિગરાની રાખવામાં આવી રહી છે.મતગણતરી  વિધાનસભા દીઠ 14 લેખે કુલ 140 ટેબલ પર હાથ ધરવામાં આવશે.

દરેક મતગણતરી કેન્દ્રમાં આઠ લેખે કુલ 80 જેટલા સી.સી.ટીવી કેમેરાની નિગરાની હેઠળ મતગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત ટપાલ મતપત્રોની ગણતરી માટે વિધાનસભા દીઠ એક લેખે 10 ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીમાં કુલ 1500 જેટલા કર્મીઓ ફરજ બજાવશે.બીજા શબ્દોમાં કહીતો વિધાનસભાના કુલ બૂથને 14 વડે ભાંગવાથી તેના મહત્તમ રાઉન્ડ મળશે. જે બેઠકના ઓછા બૂથ છે, તેનું સૌથી પ્રથમ પરિણામ આવી જશે.વિધાનસભાની બેઠકોનું પરિણામ ભારતના ચૂંટણી પંચની અધિકૃત વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન ઉપરથી પણ જાણી શકાશે.ત્યાંથી પણ રાઉન્ડ પ્રમાણે ટ્રેન્ડ જાણી શકાશે.પોલીટેનકિન કોલેજ ખાતે અભેદ્ય સુરક્ષા ચર્ક સાથે ડીસીપી જુલી કોઠિયાની રાહબરીમાં સ્થાનિક પોલીસ ઉપરાંત કેન્દ્રીય અર્ધ લશ્કરી દળોની ટૂંકડીઓ તહેનાત કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સીસીટીવીની નિગરાની માટે દિવસ અને રાતની ત્રણ પાળીમાં એકએક એમ એક દિવસ માટે ત્રણ રાજ્યપત્રિત અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

Most Popular

To Top