સુરત: (Surat) સુરત એરપોર્ટના (Airport) આગામી વિકાસને ધ્યાને રાખી સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ જમીનની માંગ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટીના (Airport Authority) સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ગત 17 ડિસેમ્બરના 2020ના રોજે સુરત એરપોર્ટ ઓથોરિટી અને ખુડાના અધિકારીઓની મીટિંગ થઇ હતી. જેમાં સુરત અર્બન ડેવલપમેન્ટના ડેવલપમેન્ટ (Suda) પ્લાન 2035 વિશે ચર્ચા કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં સુરત એરપોર્ટના વિકાસને ધ્યાને રાખી વધારાના રન-વેની (Run Way) જરૂર પડશે.
તે ઉપરાંત હાલ જે રન-વે છે પણ શોર્ટ હોવાથી તેમણે ખુડા સમક્ષ જમીનની માંગ કરી હતી. હાલ સુરત એરપોર્ટનો હયાત રન-વે 2905 મીટરનો છે. વધુમાં એરપોર્ટ ઓથોરિટીએ વર્ષ 2003માં સુરત એરપોર્ટ માટે રાજ્ય સરકાર પાસેથી લીધું ત્યારે રાજ્ય સરકાર દ્વારા જમીન સંપાદન કરી ફ્રી આપવાની શરત એમઓયુમાં કરવામાં આવી હતી તેના યાદ પણ એરપોર્ટ ડિરેક્ટર અમનસૈનીએ અપાવી હતી. આ એમઓયુ અંગેની કોપી પણ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ ટૂંકમાંજ ખુડાના અધિકારીઓને શેર કરશે.
દિલ્હીથી સુરતની ત્રણ દિવસની ફ્લાઇટ રદ કરવામાં આવી
દિલ્હીમાં 26 જાન્યુઆરીની રિહર્સલ માટેની તૈયારીઓ ચાલી રહી હોવાથી સ્પાઇસજેટ દ્વારા દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટ ત્રણ દિવસમાં રદ કરવામા આવી હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં 20 જાન્યુઆરી,24 જાન્યુઆરી અને 26 જાન્યુઆરીની ફ્લાઇટ દિલ્હીથી સુરત અને સુરતથી દિલ્હી બન્ને રૂટ પર રદ કરવામાં આવી છે.
સ્ટાર એર હવે 16 ફેબ્રુઆરીથી સુરત-જોધપુરની ફ્લાઈટ શરૂ કરશે
સુરત એરપોર્ટથી (Surat Airport) ઉડાન સ્કીમ હેઠળ સ્ટાર એર દ્વારા બેલગાવી-સુરત-કિસનગઢ (અજમેર)ની ફલાઇટને સારો પ્રતિસાદ મળ્યો છે તેને લઇને આ એરલાઇન્સ દ્વારા 16 ફેબ્રુઆરીથી સુરતથી જોધપુરની (Surat To Jodhpur) સીધી ફલાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વી-વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા એરલાઇન્સને સુરતથી જોધપુર અને ઇંદોરની ફલાઇટ માટે રજૂઆત કરાઇ હતી તે પછી એરલાઇન્સ દ્વારા સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, ગુરૂવાર અને રવિવારે ફલાઇટ ઓપરેટ કરવા માટે સુરત એરપોર્ટ પર સ્લોટની માંગણી કરવામાં આવી છે. જોકે એરલાઇન્સના (Airlines) સૂત્રોએ તારીખ અને દિવસો સત્તાવાર રીતે પાછળથી જાહેર કરવા જણાવ્યું છે કારણ કે સ્લોટની ફાળવણી થવાની હજી બાકી છે.