સુરતનાં અમુક વિસ્તારમાં ઓવરબ્રિજ નીચે ફાઉન્ટન, લાઈટિંગ, કલરફૂલ છત્રી. ગેમઝોન, સેલ્ફી પોઇન્ટ બનાવીને વિકાસ કરવામાં આવે છે. વરાછા મેઈન રોડ બરોડા પ્રિસટેજ ઓવરબ્રિજ નીચે અને કાપોદ્રા ઓવરબ્રિજ નીચે શૌચાલય, કતારગામ બાલઆશ્રમની પાસે ઓવર બ્રિજ જાહેર શૌચાલય બનાવેલું છે. તેવી જ રીતે અમરોલી બ્રિજ ઉતરતા જ માનસરોવર સર્કલ પર જાહેર શૌચાલય બનાવવા આવેલ છે. મોટાવરાછાથી મનિષા ગરનાળા ઓવરબ્રિજ નીચે શૌચાલય. સુરતમાં એક ઝોનમાં ઓવરબ્રિજ નીચે સેલ્ફી પોઇન્ટ અને બીજા વિસ્તારમાં જાહેર શૌચાલય! આતે કેવો સમાંતર વિકાસ?
આ જોતાં કોઈ એક વિસ્તારને ખરાબ બતાવી, નીચો બતાવવાના પ્રયાસ કરાતો હોય તેવું લાગે છે. વધારામાં ઓવરબ્રિજ નીચે દિવસરાત અસામાજિક તત્વો પડ્યા પાથર્યા રહે છે. વિસ્તારની અને વસતિ જોતાં બીજાં નંબરે કતારગામ ઝોન આવે છે. મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ અડધા ઉપર સુરતમા કામ શરૂ છે. કતારગામ. મોટા વરાછા. ઉત્રાણ. અમરોલી . છાપરાભાઠા. ક્યારે શરૂવાત થશે? ઉધના રેલવે સ્ટેશનનું ટ્રાફિક ઉત્રાણ રેલ્વે સ્ટેશન નવું બનાવવામાં આવતા અમુક ટ્રેન ના સ્ટોપેજ આપીને ઘટાડી શકાય તેમ છે. ઉત્રાણ રેલ્વે સ્ટેશનમાં વિશાળ પાર્કિગની સુવિધા છે. જેની લાખો રૂપિયાની કમાણી કરી શકાય તેમ છે.
અમરોલી, સુરત – પ્રફુલ વાડોલિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.