National

પત્નીએ પીયરથી પરત ફરવાની ના પાડી, પતિએ પત્ની સહિત પરિવારના 5 સભ્યોને જીવતા સળગાવી દીધા

​​પંજાબના જાલંધર જિલ્લામાં એક વ્યક્તિએ તેની પત્ની (Wife) અને પત્નીના પરિવારના ચાર સભ્યોને ઉંઘમાં જ જીવતા સળગાવી (Burnt) દીધા હતા. 30 વર્ષીય પુરુષે પત્નીના પીયર જતા રહેવાથી અને ઘરેથી પાછા ફરવાની ના પાડી હોવાના કારણે નારાજ થઈને પત્નીનો પરિવાર જ્યારે ઉંઘી રહ્યો હતો ત્યારે જ જીવતા સળગાવી દીધા હતા. પોલીસે (Police) મંગળવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે પરમજીત કૌર તેના અગાઉના લગ્નના બે બાળકો સાથે પંજાબના જાલંધર જિલ્લામાં તેના માતા-પિતા સાથે પાંચ-છ મહિનાથી રહેતી હતી.

  • પત્નીએ પીયરથી પરત ફરવાની ના પાડતા પતિએ પત્ની સહિત પરિવારના 5 સભ્યોને જીવતા સળગાવી દીધા
  • પરમજીત કૌર તેના બે બાળકો સાથે છેલ્લા પાંચ-છ મહિનાથી તેના માતા-પિતા સાથે રહેતી હતી
  • કુલદીપ અને તેના બે સાથીઓએ પાંચેય વ્યક્તિઓ પર પેટ્રોલ છાંટી રૂમને બહારથી તાળું મારી દીધું હતું

પત્ની ઘરે નહીં આવતા પતિ ગુસ્સામાં હતો
આરોપી કુલદીપ સિંહ ખુર્શેદપુર ગામનો રહેવાસી છે. તેના લગ્ન બીટલા ગામના સુરજન સિંહની પુત્રી પરમજીત કૌર સાથે થયા હતા. પરમજીત કૌર તેના બે બાળકો સાથે છેલ્લા પાંચ-છ મહિનાથી તેના માતા-પિતા સાથે રહેતી હતી. કુલદીપ સિંહ ઇચ્છતો હતો કે પરમજીત લુધિયાણાના ખુર્શેદપુર ગામમાં તેના ઘરે પાછી ફરે. પરંતુ કુલદીપ તેને અને બાળકોને મારતો હોવાથી તેણે પાછા ફરવાની ના પાડી હતી. જેને લઈને કુલદીપ ખૂબજ ગુસ્સામાં હતો.

પેટ્રોલ રેડીને આગ લગાડી, રૂમને બહારથી લોક કરી દીધો
પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે ઘરેલું ઝઘડો હોવાનું બહાર આવ્યું છે. પતિને નશાની લત હતી જેના કારણે પત્ની ગુસ્સામાં તેના પીયર આવી ગઈ હતી. આથી પતિ ગુસ્સે ભરાયો હતો. સોમવારે મોડી રાત્રે કુલદીપ અને તેના બે સાથીઓએ પાંચેય વ્યક્તિઓ પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન રૂમને બહારથી તાળું મારી દેવામાં આવ્યું હતું.

આરોપીએ બૂમો પાડીને કહ્યું- મેં આગ લગાવી
પોલીસ અધિક્ષક સતબજીત સિંહે જણાવ્યું કે મૃતકોની ઓળખ પરમજીત કૌર, તેના પિતા સુરજન સિંહ, માતા જોગીન્દ્રો અને તેના બે બાળકો, 8 વર્ષીય અર્શદીપ અને 5 વર્ષીય અનમોલ તરીકે કરવામાં આવી છે. કુલદીપ સિંહે તેની પત્ની, પુત્રી અર્શદીપ કૌર, પુત્ર ગુરમોહલ સિંહ, સાસુ જોગીન્દ્રો અને સસરા સુરજન સિંહને તેની નજર સામે જીવતા સળગાવી દીધા હતા. ત્યારબાદ આરોપીએ હોબાળો મચાવ્યો અને કહ્યું કે તેણે આગ લગાવી છે. પોલીસ અધિક્ષક સતબજીત સિંહે ફોન પર જણાવ્યું કે સોમવારે મોડી રાત્રે કુલદીપ અને તેના બે સાથીઓએ પાંચેય વ્યક્તિઓ પર પેટ્રોલ છાંટીને તેમને સળગાવી દીધા. પોલીસે જણાવ્યું કે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

Most Popular

To Top