ભરૂચ: અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં ગેસ ગળતરનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર વછૂટતા ગભરાટ ફેલાયો હતો.
- ઘાટા પીળા રંગનો ધુમાડો વછુટ્યો
- વીક નાઈટ્રીક એસિડ લીક થયું હોવાનું બહાર આવ્યું, સદનસીબે કોઈ જાનહાની નહીં
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં શનિવારે રસાયણક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જ ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર તરફ વછૂટતો નજરે દેખાયો હતો. જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાટટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
તો આ તરફ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પણ તપાસ શરૂ કરી હતી.સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં કંપનીમાં રસાયણિક પ્રક્રિયા દરમ્યાન પ્રેશર વધી જતાં ગાસકેટ ફાટી ગયું હતું જેના પગલે વિક નાઈટ્રિક એસિડ ગેસ લીક થયું હોવાનું સામે આવ્યું છે.બનાવના ગણતરીના સમયમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી