રાજકોટમાં આજે સવારે 5:30 વાગ્યે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ અંગે સિવિલ સુપરિટેન્ડેન્ટે કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વર્તાવવામાં આવી રહ્યું છે.
આગામી સમયમાં નિષ્ણાતોના મતે ત્રીજી લહેર ત્રાટકવાનો અંદાજ છે અને ખાસ કરીને ત્રીજી લહેરમાં નાના બાળકોને વધુ અસર થવાનો ભય સેવાઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે પ્રથમ આ બાળકને ડીવાઇન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
અંગે કલેકટર અરૂણ મહેશબાબુએ તપાસના આદેશ પણ આપ્યાં હતાં.પ્રાપ્ત વિગતો અનુસાર બાળકને 2 દિવસ પહેલા કોરોના થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને ચેપ ધોરાજીથી લાગ્યો હતો. બાળક અને તેના માતા છેલ્લા પાંચ મહિનાથી ધોરાજી હતા. હાલ જિલ્લા આરોગ્ય અધિકારી દ્રારા પરિવારજનોના RT-PCR રિપોર્ટ કર્યા છે.
અને RMC ના આરોગ્ય વિભાગે પણ કોઠારિયા વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, શહેરમાં ફરી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવશે.બાળકોમાં શંકાસ્પદ લક્ષણ હોય તો તુરંત જ તેના ટેસ્ટ કરવામાં આવશે.
આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 3 બાળકો દાખલ છે જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.બીજી લહેર દરમિયાન બાળકોમાં માઇલ્ડ સિમ્પ્ટોમ્સ જોવા મળતાં હતાં અને તેઓ ઝડપથી સાજા પણ થઇ જતાં હતાં. એક વાત એ પણ છે કે બીજી લહેર દરમિયાન બાળકોમાં કોવિડનાં 4થી 6 સપ્તાહ પછી PIMS અથવા MISC નામનો સિમ્પ્ટોમ્સ જે હોય છે એ જોવા મળે છે, પણ તબીબો તેની સારવાર માટે તત્પર છે, માટે ગભરાવાની કોઇ જરૂર નથી. ત્રીજી લહેર આવશે તો એમાં બાળકો સૌથી વધુ કોરોનાગ્રસ્ત થશે તેવા ઘણા અંદાજો લગાવાય રહ્યાં છે.