સુરત: સુરત સનાતન સેવા ન્યાય(Surat Sanatan Seva Nyay) દ્વારા શ્રી પંડોખર સરકાર ત્રિકાલદશી મહા દિવ્ય દરબારનું(Maha Divya Darabaar) આયોજન કરવામાં આવ્યું છે. આ દરબાર આગામી(Upcoming) તારીખ 21 થી લઈ 23 સુધી સવારે 10:00 વાગ્યા થી બપોર 3: 00 સુધી ડુમસ રોડ(Dummas Road) ખાતે આવેલા અગ્ર એગઝોટીકેટના બેનટેક હોલમાં યોજાશે તથા એક દિવસ પહેલા એટલે કે 20 મી ઓક્ટોબરના રોજ શ્રી પંડોખર સરકારનું સ્વાગત એક ભવ્ય રેલી કાઢી કરવામાં આવશે.
આયોજન કર્તા, માજી ડેપ્યુટી મેયર ધીરુભાઈ સવાણી, પ્રવીણભાઈ ગજેરા, ભાવેશભાઈ માંગુકિયા અને જયમીશ પટેલ (બોમ્બેવાલા)ના સહયોગથી આ આયોજન સનાતન સેવા ન્યાસના સંસ્થાપક શ્રી શિવઓમ મિશ્રા દ્વારા કરવામાં આવી રહ્યું છે. લોકો અને ભક્તો સનાતન ધર્મ વિશે જાગૃત થાય તેમજ સુરત શહેરના યુવા પેઢી પણ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ પ્રત્યે પ્રેરિત થાય તેવા ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી પંડોખર મહારાજ તેમના ભક્તોનો ભૂત, વર્તમાન અને ભવિષ્યના જાણકાર છે અને તેઓના પ્રશ્નોના નિવારણ ખાતરી સાથે આપે છે અને તેમના લાખો ભક્તો તેમના નિવારણને ચમત્કાર માની તેમના દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં હાજર રહેતા હોય છે. સુરત શહેરમાં વસતા તેમના ભક્તોની આશા મુજબ પ્રથમવાર સુરત શહેરમાં તેમનો ભવ્ય દરબાર યોજાશે. જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહેશે.
ધીરુભાઈ એ જણાવ્યું હતું કે શ્રી પંડોખર મહારાજનો આશ્રમ મધ્ય પ્રદેશમાં આવેલો છે. અને સ્વામીજીને 32 વર્ષનો સતત અનુભવ રહ્યો છે. આ સ્વામીજી ભક્તોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રશ્નો કાગળ પર લખીને આપનારા ભક્તોને લેખિતમાં જવાબ પણ આપે છે. ભક્તોને રાજકીય, સામાજિક, વેપાર, સ્વાસ્થ્ય સહિતની સમસ્યાનું નિરાકરણ સ્વામીજીના દરબારમાં મળતું આવ્યું છે. સ્વામીજી હનુમાનજીના ભકત છે અને તેઓ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સુરતમાં પ્રથમ વખત દરબારનું આયોજન કરી રહ્યા છે. સ્વામીજી યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉડીસા સહિતના રાજ્યોમાં દરબાર કર્યા બાદ હવે ગુજરાતમાં આવ્યા છે. જણાવી દઈએ કે સ્વામીજીને 25 વર્ષનો દરબાર યોજવાનો અનુભવ રહ્યો છે. મહારાજ હંમેશા કહેતા આવ્યા છે મારી વાત ખોટી પડે તે દિવસથી દરબાર કરવાનું બંધ કરી દઈશ. જોવાનું એ છે કોઈ સુરતી આ સ્વામીજીને પડકાર આપશે કે કેમ.
સુરત શહેરની પાવન ભૂમિ ઉપર શ્રી. પંડોખર સરકારનો ત્રણ દિવસીય ભવ્ય રબાર યોજાશે
By
Posted on