સુરત: પાંડેસરા GIDCમાં આવેલી આકાશ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ(Akash dye and prtinting mill)માં આધેડ સિક્યુરિટી(Securety) ગાર્ડને કોલસા ભરેલી ટ્રકના ચાલકએ રિવર્સમાં ગાડી લેતા અડફેટે લઈ કચડી(accident) નાખ્યો હતા. ઘટનાની જાણ બાદ ઘટનાસ્થળ ઉપર ફાયર વિભાગના જવાનો દોડી આવ્યા હતા અને વ્હિલમાં ફસાયેલા આધેડને બહાર કાઢવા રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર કાળનો કોળિયો બનેલા 55 વર્ષીય રામ કલ્યાણ મોતીલાલ કેસ૨વાની
પાંડેસરાના નાગસેન નગરના રહેવાસી હતા અને પાંડેસરા જીઆઇડીસમાં આવેલી આકાશ ડાઇંગ એન્ડ મિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન 20થી 25 ટન જેટલો કોલસો ભરેલી ટ્રકના ચાલકે ટ્રક રિવર્સ લેતી વખતે આધેડ સિક્યુરિટી ગાર્ડ રામકલ્યાણને અડફેટે લઇ કચડી નાખ્યા હતા. ઘટના એટલી ભયંકર હતી કે આધેડ ટ્રકના વ્હિલમાં ફસાઇ ગયા હતા. મિલના સાથી મજૂરોમાં અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો.
વધુમાં જાણવા મળ્યું હતું કે, ટ્રકના ટોન્ટિંગ ટાયરમાંથી રામ કલ્યાણનો મૃતદેહ બહાર નહિ કાઢી શકાતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયરના જવાનોને કોલ મળતાની સાથે જ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. સબ ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે, આધેડ સિક્યોરિટી ગાર્ડ વ્હિલમાં ફસાયેલી હાલતમાં હતા. સૌપ્રથમ જેક વડે ટ્રકનો વ્હીલ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હાયડ્રા ક્રેનથી ટ્રકની એક સાઈડનો ભાગ ઊંચો કરવામાં આવ્યો હતો અને અડધાથી પોણા કલાકની ભારે મહેનત બાદ વ્હિલમાં ફસાયેલા આધેડને બહાર કાઢવામાં આવ્યો હતો. આધેડને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફ૨જ ઉપરના તબીબોએ આધેડને મૃત જાહેર કર્યા હતા. હાલ પાંડેસરા પોલીસમાં ટ્રકના ચાલક સામે ગુનો નોંધાયો છે. ભાગી ગયેલા ટ્રકના ડ્રાઈવરને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.