સુરત: પાંડેસરા (Pandesara) ખાતે રહેતા આધેડને મકાનના બાંધકામ માટે લોન (Lone) કરાવી આપવાના બહાને એક ઠગે કેવાયસી ફોર્મના (Kyc Form) નામે સહીઓ કરાવી મોબાઈલ નંબર બદલી નાખ્યો હતો. અને બાદમાં ખાતામાંથી 2.17 લાખ ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી (Fraud) કરી હતી. પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં આવિર્ભાવ સોસાયટીમાં રહેતા 51 વર્ષીય ગજાનંદ બળીરામ ડામરે પાંડેસરા ખાતે આવેલી મિલમાં નોકરી કરે છે. તેમના દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આકાશ ઉર્ફે સુરજ ચોખટ નામના વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ જય અંબેનગરમાં ખાલી પ્લોટ પર મકાન બાંધવા માટે તેમને લોનની જરૂર હતી. જેથી તેમને ઓળખીતા થકી લોન કરાવનાર માણસોનો સંપર્ક કર્યો હતો.
- કેવાયસી નથી થતું કહીને ફોર્મ પર સહી લઈને મોબાઈલ નંબર બદલી નાખ્યો હતો
- બે કોરા ચેક અને એસબીઆઈ એકાઉન્ટની પાસબૂકના ફોટો કોપી લઈ ગયો
- એટીએમમાંથી 40 હજારની લીમીટ હોવાથી એટલા રૂપિયા ઉપાડી લીધા
કેવાયસી થતુ નથી કહીને એક ફોર્મ પર સહી કરાવી લઈ ગયો
સપ્ટેમ્બર મહિનામાં અજાણ્યો વ્યક્તિ તેમના ઘરે આવ્યો હતો. પોતાનું નામ આકાશ ચોખટ હોવાનું જણાવ્યું હતું. અને પોતે રામનગર ઇન્ડસઇન્ડ બેંકમાંથી આવતો હોવાનું કહીને લોન કરાવી આપવાનું કહી ગજાનંદભાઈ પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, બે કોરા ચેક અને એસબીઆઈ એકાઉન્ટની પાસબૂકના ફોટો કોપી લઈ ગયો હતો. ગયા મહિને ઘરે આવીને કેવાયસી થયુ ન હોવાથી બેંકમાં બોલાવ્યા હતા. થોડા દિવસ પછી કેવાયસી થતુ નથી કહીને એક ફોર્મ પર સહી કરાવી લઈ ગયો હતો.
એટીએમમાંથી 40 હજારની લીમીટ હોવાથી એટલા રૂપિયા ઉપાડી લીધા
અને બેંકમાં થોડા પૈસા રાખવા પડશે તેવું કહ્યું હતું. જેથી ગજાનંદભાઈએ બેંકમાં ટુકડે ટુકડે 1.44 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ 7 ઓક્ટોબરે સાંજે બેંકમાંથી મોબાઈલ નંબર બદલવામાં આવ્યો હોવાનો મેસેજ આવ્યો હતો. તેમને શંકા જતા તેમણે એટીએમમાંથી 40 હજારની લીમીટ હોવાથી એટલા રૂપિયા ઉપાડી લીધા હતા. બેંકમાં જઈને તપાસ કરતા ખાતામાંથી ટુકડે ટુકડે 2.17 લાખ ટ્રાન્સફર કરી લેવાયા હતા. પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.