પલસાણા: (Palsana) પલસાણા તાલુકના તાતીથૈયા ગામે (Village) રહેતા એક પરપ્રાંતિય પરીવારની સગીર વયની દીકરીને યુવક ભગાડી ગયો હતો. સગીરાના ઘરની બાજુમાં રહેતા યુવક સગીરા (Girl) સાથે શરીર સંબંધ બાંધી લગ્ન (Marriage) કરવાની લાલચે તેને ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પરિવારજનોએ કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણ તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- સગીરા સાથે શરીર સંબંધ બાંધી યુવક તેને ભગાડી ગયો
- લગ્ન ની લાલચ આપી ચાર માસ પહેલા શરીર સંબંધ બાંધ્યો હતો
મળતી માહીતી અનુસાર પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે રહેતા અને મીલમાં નોકરી કરી ગુજરાન ચલાવતા પરપ્રાંતિય પરિવારની એક સગીર વયની દીકરીને બાજુમાંજ રહેતા આદીત્ય હરીશચંદ્ર પાંડે એ લલચાવી ફોસલાવી તેને લગ્ન ની લાલચ આપી ચાર માસ પહેલા શરીર સંબંધ બાંધ્યો હતો. ઘણીવાર સગીરા સાથે સરીર સંબંધ બાંધી તેનું અપહરણ કરી આદીત્ય ભાગી છુટ્યો હતો. આ અંગે સગીરાના પરીવારને જાણ થતા તેઓએ આ અંગે કડોદરા પોલીસ મથકે અપહરણ તેમજ પોસ્કો એક્ટ હેઠળ ફરીયાદ નોધાવી હતી. જેને લઇ પોલીસે આગળની તજવીજ હાથધરી છે.
અંકલેશ્વરના યુવાનના ATM કાર્ડ પર બારોબાર મોબાઈલ ખરીદી છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ
અંકલેશ્વર: અંકલેશ્વરના યુવાનના એટીએમ કાર્ડ ઉપરથી ઠગે મોબાઈલ ફોન ખરીદી લીધો હતો. પુછપરછ દરમ્યાન તેણે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત અંબિકા રેસીડેન્સીના યુવાનના કાર્ડ ઉપરથી ફોન ખરીદી કરી છેતરપીંડી કરી હોવાનું કબુલ કર્યું હતું. છેતરપીંડી કરનાર આરોપીની સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઝઘડિયા તાલુકાના અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત અંબિકા રેસીડેન્સીમાં રહેતા નીલેશ કાંતિ પરમારના કાર્ડ ઉપર અન્ય ઇસમેં મોબાઈલ ફોનની ખરીદી કરી છેતરપીંડી કરી હતી. આ બાબતે નીલેશ પરમારે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે દરમિયાન સુરત પોલીસે મુકેશ મહેતાને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા તેણે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત અંબિકા રેસીડેન્સીના યુવાનના કાર્ડ ઉપરથી ફોન ખરીદી કરી છેતરપીંડી કરી હોવાનું કબુલ કર્યું હતું. સુરત પોલીસે અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કરતા શહેર પોલીસે આરોપીની સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.