પલસાણા: (Palsana) પલસાણા નજીક નેશનલ હાઇવે નં.48 (National Highway 48) પર અમદાવાદથી મુંબઈ તરફ સિરામિક ટાઇલ્સ ભરીને જઈ રહેલું ટ્રેલર ડિવાઇડર કૂદીને સામેના ટ્રેક પર ટેમ્પો સાથે અથડાયા બાદ પલટી જતાં સમગ્ર હાઇવે જામ થઈ ગયો હતો. રસ્તા પર ટાઇલ્સનો જથ્થો ફેલાઈ જતાં આખો રસ્તો જામ થવાથી 15 કિ.મી. જેટલી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.
- પલસાણા પાસે ટ્રેલર પલટી જતાં હાઇવે પર વાહનોની 15 કિ.મી. લાંબી કતાર
- અમદાવાદથી મુંબઈ તરફ સિરામિક ટાઇલ્સ ભરીને જઈ રહેલું ટ્રેલર ડિવાઇડર કૂદી સામેના ટ્રેક પર ટેમ્પો સાથે અથડાયા બાદ પલટી ગયું
- પોલીસે સ્થળ પરથી ટ્રક ખસેડ્યા બાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો
સિરામિક ટાઇલ્સ ભરેલું એક ટ્રેલર અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું. એ સમયે પલસાણા નજીકથી પસાર થતી વખતે ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ટ્રેલર ડિવાઇડર તોડીને સામેના મુંબઈ અમદાવાદ ટ્રેક પર પહોંચી ગયું હતું. જ્યાં એક ટેમ્પો સાથે અથડાયા બાદ ટ્રેલર રોડની વચ્ચે પલટી મારી ગયું હતું. રોડ પર ટાઇલ્સનો જથ્થો વિખેરાઈને પડતાં આખો રોડ જામ થઈ ગયો હતો. અંદાજિત ત્રણ કલાક સુધી હાઇવે જામ રહેતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જામને નવસારી તરફ વાહનોની લગભગ 15 કિ.મી. લાંબી કતાર લાગી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ટ્રક ખસેડ્યા બાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.