Business

હથેળી ખૂલે અને રિવોલ્વર દેખાય તો!

હા, હથેળીમાં સમાઈ જાય એવડી રિવોલ્વરથી તો ન ધાર્યું હોય એવું પણ બની શકે છે. સ્વિત્ઝર્લેન્ડની એક કંપનીએ આવી સૌથી નાની રિવોલ્વર બનાવીને શેલ્ફ પર મૂકી. તેની ગોળી છૂટે તે રોમાંચ કેવો હોય શકે તે પહેલાં તેની બનાવટ સમજવા જેવી છે!   સ્વિસ ઘડિયાળ અને ઘરેણાં ઉદ્યોગોની તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે! આ રિવોલ્વર બનાવતી કંપનીનો દાવો છે કે સ્વિત્ઝર્લેન્ડ ઘડિયાળો અને ઘરેણાં બનાવવા જે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે તે ટેકનોલોજીથી આ રિવોલ્વર બનાવવામાં આવી છે, તેની સાથે ગન મેકિંગ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.   આ રિવોલ્વરનું નામ C1ST છે. સાડા ​​5 સેન્ટિમીટર લાંબી અને 1 સેન્ટિમીટર પહોળી, સ્ટેનલ્સ સ્ટીલ મોડલની આ રિવોલ્વર દેખાવમાં આકર્ષક છે. તેનું કદ એટલું નાનું છે કે તેને ગમે ત્યાં સરળતાથી છુપાવી શકાય છે.

  સ્વિસ મીની ગનનું વજન 19.8 ગ્રામ છે, રિવોલ્વર 5.5 સેમી લાંબી, 3.5 સેમી ઊંચી અને 1 સેમી પહોળી છે.  તેમાં  2.34 એમ એમ રિમફાયર છે, તેનો દારૂગોળો સ્વિસ મિનિ ગન દ્વારા પણ બનાવવામાં આવે છે.  ત્યાં એક કી રિંગ હોલ્સ્ટર છે જે બંદૂક ખરીદવામાં આવે ત્યારે તેની સાથે આવે છે અને તેને બેલ્ટ લૂપમાં ક્લિપ કરી શકાય છે.  યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ સહિત ઘણા દેશોએ રિવોલ્વર છુપાવવાની સરળતાને કારણે સ્વિસ મિની ગનની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલી નજરે રમકડાની રિવોલ્વર લાગે પણ તેમાંથી ફાયરિંગ કરવામાં આવેલી ગોળી પણ મૃત્યુનું કારણ બની શકે છે.   

 સ્વિસ મિની ગનને ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા વિશ્વની સૌથી નાની વર્કિંગ રિવોલ્વરની બનાવટ તરીકે ઓળખવામાં આવે છે,  તે ડબલ-એક્શન રિવોલ્વર છે અને તેમાં તે બધાં લક્ષણો છે જે સામાન્ય કદની રિવોલ્વરમાં જોવા મળે છે.   આ બંદૂક ખૂબ જ નાનકડી લાગે છે પરંતુ તેની કિંમત તે જેવી દેખાય છે તેનાથી બિલકુલ વિપરીત છે.  આ બંદૂકની કિંમત 5 લાખ રૂપિયા છે અને આ બંદૂકનું ગોલ્ડ વર્ઝન પણ ઉપલબ્ધ છે.  જો કે, ગોલ્ડ વર્ઝન ફક્ત ખાસ કમિશન પર જ બનાવવામાં આવે છે. દુનિયાની સૌથી નાની રિવોલ્વર ખરીદવા સાથે એક સ્ટાઇલિશ લેધર હોલ્ડર મફત આપવામાં આવે છે. રિવોલ્વર સાથે  24  બ્લેન્ક  અને 24 જીવંત કારતૂસ પણ આપવામાં આવે છે. આ બંદૂકની શક્તિ  ઊર્જાના એકમ એક જૉલ કરતાં ઓછી છે. 

એનો અર્થ  કોઈ આ બંદૂકથી દૂરથી ગોળીબાર કરે તો જેના પર ગોળી ચાલે તેની મૃત્યુની શક્યતા ઓછી છે પરંતુ જો મગજની નજીકથી ગોળી ચલાવવામાં આવે તો તેનું પરિણામ ખતરનાક અને જીવલેણ હોઈ શકે છે. દેખાવમાં સાવ નાની પણ સહેલાઈથી સરકાવી ગમે ત્યાં લઈ જવા માટે અનુકૂળ, ધારો કે તપાસ ચાલતી હોય તો પણ કોઈને શંકા પણ ન થાય કે મગજ પર ટેકવી શકાય એવી રિવોલ્વર તપાસને છેતરી દાખલ થઈ ચૂકી છે! હવે જેની ગણના ટચૂકડી ફટાકડીમાં થાય છે તેનું વૈભવી મોડેલ પણ આકર્ષક છે! વિશ્વની સૌથી નાની વર્કિંગ રિવોલ્વર  વૈભવી લીલા-ટિન્ટેડ મેપલ વુડ બોક્સમાં વિતરિત કરવામાં આવેલ જે ખાસ 18K ગોલ્ડ વર્ઝનમાં આવે છે જેમાં 18K ગોલ્ડ કી હોલ્ડર, ગ્રીન રોકેટ-લૉન્ચર ટ્યુબ, 48 કારતૂસ, 24 જીવંત અને 24 ખાલી, અને 36 ચળકતા દેખાવનો સમાવેશ થાય છે.  તેજસ્વી રોકેટ 12 લાલ, લીલા અને સફેદ રંગમાં મળે છે. આ ઓફર ફક્ત અગાઉથી ઓર્ડર આપે તેમના માટે છે. તેમની પસંદગીને પ્રાથમિકતા મળે છે.    

બેલિસ્ટિક નિષ્ણાત સ્ટીવન હોવર્ડે એક વાર  કહ્યું હતું કે વિશ્વની સૌથી નાની રિવોલ્વરનો ઉપયોગ સૈદ્ધાંતિક રીતે કોઈને મારવા માટે થઈ શકે છે પરંતુ ફક્ત જો તમારો શોટ એકદમ પરફેક્ટ હોય અને તમે પોઇન્ટ રેન્જ પર અને સંપૂર્ણ પરિસ્થિતિઓમાં ખોપરીના સૌથી પાતળા ભાગને ફટકારો. જો કે   સ્વિસ મિની ગનના ઉત્પાદક, પોલ એરર્ડના જણાવ્યા મુજબ, ઓછી ઊર્જા ઉત્પન્ન થતી હોવાથી  પોકેટ રિવોલ્વરની ગોળી 400 ફૂટ પ્રતિ સેકન્ડની ઝડપે પ્રવાસ કરે છે અને .71 ફૂટ પાઉન્ડ ઊર્જા સાથે અસર કરે છે.    સોનાની હોય કે સ્ટીલની છે તો બંદૂક, કદમાં નાની અને સહેલાઈથી ગમે ત્યાં લઈ જઈ શકાય, ધાર્યા મુજબ નિશાન પર ટેકવી ટ્રિગર દબાવી દેવાય પછી તેની બાતમી કે ઊર્જાનું માપતોલ કરવાનો સમય બચશે ક્યાં?    ઉત્પાદકો તો ખુલાસો કરે પણ રિવોલ્વર કોઈ ખરીદે તો તે શો કેસમાં  તો નહીં મૂકે. તે શોભાની વસ્તુ તો નથી જ! ધડાકો થાય પછી જ ખબર પડશે કે દુનિયાની સૌથી નાની રિવોલ્વર કેવા ચમત્કાર કરશે!
– એમ. ટી.

Most Popular

To Top