પાલિકાની ઢોર ડબ્બા પાર્ટી રખડતાં ઢોર પકડશે કે પછી વીડિયોગ્રાફી કરશે..!

વડોદરા : શહેરને 15 દિવસમાં ઢોર મુક્ત કરવાનું હાસ્યાસ્પદ નિવેદન મેયરે 4 ઓક્ટોબર 2021ના રોજ કર્યું હતું.પાલિકા દ્વારા ઢોર પકડવાની નબળી કામગીરી વીડિયોગ્રાફીને છેલ્લા ત્રણ મહિનામાં ૧૨ લાખથી વધુ ખર્ચ થતા હવે પાલિકા હવે મોબાઈલ ખરીદશે. પાલિકા રોજેરોજ ઢોર પકડવાની કામગીરી નબળી થતી જાય છે. જાન્યુઆરી મહિનામાં પાલિકાએ ફક્ત 650 ઢોર ડબ્બામાં પૂર્યા છે. વીડિયોગ્રાફરનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં હવે પાલિકાની ટીમ ઢોર પકડવા માટે નીકળતી નથી. વડોદરા શહેરને 15 દિવસમાં ઢોર મુક્ત કરવાનું અભિયાનની જાહેરાત મેયર કેયુર રોકડિયાએ 4 ઓક્ટોબર 2021ના રોજ પત્રકાર પરિષદમાં કરી હતી. મેરેજ ઢોર મુક્ત અભિયાન જે થયું છે. તેમાં ઢોર પકડવાની કામગીરી વિડીયોગ્રાફીનો ખર્ચ છેલ્લા ત્રણ મહિનામાં પાલિકા દ્વારા કરાયો છે. રોજ સરેરાશ ખર્ચ રૂપિયા 12 હજારથી વધુ થાય છે. પાલિકા આશરે 3 મહિનાનું ૧૨ લાખથી વધુનો બિલો ફક્ત આ વિડીયોગ્રાફીના પાસ કર્યા છે. જોકે તેનું બિલ પણ દરખાસ્ત સ્થાયી સમિતિમાં સભ્ય એ મંજૂર કરી દીધી હતી.

દબાણની દરખાસ્ત સભ્યોએ હોબાળો મચ્યો છે.ઢોર મુક્ત બનાવવાના મેયર કેયુર રોકડીયાનો વાયદો નિષ્ફળ ગયો છે. પાલિકાએ જાન્યુઆરી મહિનામાં ફક્ત ૧૦ ટીમ દ્વારા 650 ઢોર પકડીને ઢોર ડબ્બામાં પૂર્યા હતા. ત્યારબાદ કામગીરી વીડિયોગ્રાફર હોય તો ચાલે છે નહીં તો કામગીરી ચાલતી નથી. વિડીયોગ્રાફીની વાર્ષિક ઈજારાની મુદત 28 મેં 2021ના રોજ પૂરી થઈ ગઈ છે. હવે જ્યારે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે ત્યારે વીડિયોગ્રાફર ઢોર પકડવાની ટીમ જયારે જાય છે ત્યારે તેઓ જતા નથી તેના કારણે ઢોર પકડવા માટે ટીમ નીકળતી નથી.વિડીયોગ્રાફી હોય ત્યારે જ ટીમ નીકળે છે.મેયર કેયુર રોકડિયા એ જણાવ્યું હતું કે વિડીયોગ્રાફી નો ઇજારદાર સાથેનો કોન્ટ્રાકટ પૂરો થતાં કામ લેવાનું બંધ કર્યું છે. હવે પાલિકા નવા મોબાઈલ ખરીદશે અને કર્મચારીને આપશે. જ્યારે ઢોર પકડવા માટે ઢોર પાર્ટી જાય ત્યારે તેમની ટિમમાંથી એક કર્મચારી તેનું વિડીયોગ્રાફી કરશે. જેથી વીડિયોગ્રાફીનો ખર્ચ ઘટશે.

જ્યારે જ્યારે મેયરે ઢોરને પકડવાનું નિવેદન કર્યું ત્યારે તેની કામગીરી પૂરજોશમાં ચાલુ થઈ હતી
જ્યારે જ્યારે મેયરે ઢોરને પકડવાનું નિવેદન કર્યું હતું ત્યરે ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરી હતી. જોકે ત્યારબાદ ઢોર પકડવાની કામગીરી નબળી પડી ગઈ હતી. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જાહેર કાર્યક્રમમાં મેયર ની ટકોર કરતા ઢોર પકડવા માટે ૧૦ ટીમો બનાવવામાં આવી હતી. પરંતુ તે કામગીરી થોડાક દિવસ ચાલી હતી ત્યારબાદ એ કામગીરી કોઇ હોદ્દેદાર ના ઈશારે નબળી પડી ગઈ હતી. જોકે વડોદરા શહેરમાં હજુ પણ ઢોરો નું ઝુંડ રસ્તા પર ફરે છે. નાગરિકોને ઢોર દેખાય છે પરંતુ પાલિકાની ઢોર પાર્ટી ને દૂર દેખાતા નથી. ભાજપના બે મહિલા કાર્યકરો ને ઢોરે શિંગડે ફેરવતા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ પણ થયા છે .જોકે ત્યારબાદ મેયર કડક વલણ અપનાવતા ગોપાલકો સામેં પાસાની કડક કાર્યવાહી શરૂ કરી હતી.

Most Popular

To Top