વડોદરા : રાજકોટ બાદ વડોદરામાં નોનવેજ ની લારી, દુકાનો પર તવાઈ શરૂ થઈ છે. શહેરમાં નોનવેજ પદાર્થ ઉપર ઢાંકણા આદેશને લઈને પાલિકાની ટીમ એક્શનમાં આવી છે. અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને લારી અને દુકાન સંચાલકોને સુચના આપી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ પાલિકાના પગલે વડોદરામાં પણ મટન ,આમલેટ ,મચ્છી ની લારી દૂર કરવાનું અભિયાન છેડાયું છે. દસ દિવસની અંદર જાહેર રસ્તા પર અર્ચના થાય તેવી રીતે લારીઓ અને ઉભી રાખવી અને જનતા ની આસ્થા ને ઠેસ પહોંચે નહીં તે રીતે માંસાહારી પદાર્થો ઢાંકીને રાખવા તેવું સૂચન પાલિકા કર્યું છે.
ત્યાર બાદ પાલિકાની ટીમ એકશનમાં આવી હતી અને શહેરના ચોખંડી ,પ્રતાપ નગર મકરપુરા ,માણેજા ,જીઆઇડીસી રોડ, વડસર રોડ, તુલસીધામ ચાર રસ્તા ,ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં લારીઓ , દુકાનો અને ખુલ્લામાં બેસતા ને સૂચન કરવામાં આવ્યું છે કે માસાહારી બધા લટકતા હોય તેને ઢાંકી રાખવા, ઝારી લગાવી ગંદકી કરવી નહીં અને ચોખ્ખું રાખવું તેવી સૂચના આપવામાં આવી હતી. પાલીતાણા અધિકારીઓ દ્વારા વેપારીઓને પાલિકાના સૂચનો કડક અમલ કરવાની સુચના આપી છે કુતરા આપ્યા બાદ જો વેપારી પાલન નહીં કરે તો 500 રૂપિયા દંડ પાલિકા વસુલ કરશે.