Sports

પાકિસ્તાનના બેટ્સમોનેને રમતા જ આવડતું નથી, કોચ ગેરી કસ્ટર્નનો બળાપો, કેપ્ટન બાબર ચિડાયો

લોડરહિલ : વેસ્ટઇન્ડિઝ અને એમરિકાની યજમાનીમાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની સફર પૂરી થતાંની સાથે જ તેમના કોચ ગેરી કર્સ્ટને ટીમને લઈને મોટો ખુલાસો કરીને કહ્યું હતું કે પાકિસ્તાની ટીમમાં એકતા જેવું કંઇ નથી.

  • પાકિસ્તાની ટીમમાં એકતા જેવું કંઇ નથી : ગેરી કર્સ્ટન
  • પાકિસ્તાનીઓ તેને ટીમ ગણાવે છે પણ તે કોઇ રીતે ટીમ નથી, બધા એકબીજાથી અલગ ચાલે છે
  • આટલું ક્રિકેટ રમવા છતાં પાકિસ્તાની ખેલાડીઓને એ ખબર નથી કે કયો શોટ ક્યારે રમવો

પાકિસ્તાની ચેનલ જિયો ટીવી અનુસાર, ગેરી કર્સ્ટને કહ્યું હતું કે પાકિસ્તાનીઓ તેને એક ટીમ કહે છે, પરંતુ તે ટીમ નથી. તેઓ એકબીજાનું સમર્થન કરતાં નથી. દરેક વ્યક્તિ ડાબે અને જમણે અલગ અલગ ચાલે છે. મેં ઘણી ટીમો સાથે કામ કર્યું છે, પરંતુ મેં આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી.

ગેરી કર્સ્ટનના મતે પાકિસ્તાનની ટીમ હજુ પણ દુનિયાથી ઘણી પાછળ છે. તેમણે કહ્યું હતું કે આટલું ક્રિકેટ રમવા છતાં કોઈ ખેલાડીને ખબર નથી હોતી કે કયો શોટ ક્યારે રમવો. કર્સ્ટને સ્પષ્ટ કર્યું છે કે જે ખેલાડીઓ આ પાસાઓમાં સુધારો કરશે તે જ ટીમમાં રહેશે, જ્યારે આવું નહીં કરનારાઓને ટીમમાંથી હાંકી કાઢવામાં આવશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી-20 વર્લ્ડકપ 2024 પહેલા પાગેરી કર્સ્ટનને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. એ ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે ગેરીના કોચિંગ હેઠળ 2011નો વર્લ્ડકપ જીત્યો હતો. પરંતુ પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપ 2024ના પહેલા રાઉન્ડમાં બહાર થઈ ગયું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં સવાલોથી બાબર ચિડાયો, મને બલિનો બકરો ન બનાવો
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ટી-20 વર્લ્ડકપ 2024માં ટીમ અને ખુદના ખરાબ પ્રદર્શન અંગે અહીં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં વારંવાર સવાલો કરાતા તે ચિડાયો હતો અને કહ્યું હતું કે ત્યાં 11 ખેલાડી રમતા હતાં હું એકલો નહોતો રમતો. ટીકાનો સામનો કરી રહેલા બાબર આઝમે કહ્યું કે તેણે કેપ્ટનશીપ છોડવાનું વિચાર્યું નથી અને આ અંગે કોઈ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) સાથે વાતચીત કર્યા બાદ લેવામાં આવશે.

ટી-20 વર્લ્ડકપના પ્રારંભિક તબક્કામાં બહાર નીકળવાને કારણે ભારે ટીકાનો સામનો કરી રહેલા પાકિસ્તાનના કેપ્ટનને આયર્લેન્ડ સામે રમાયેલી મેચ પછી પૂછવામાં આવ્યું કે શું તેની કેપ્ટનપદેથી રાજીનામું આપવાની કોઈ યોજના છે તો તેણે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે જ્યારે હું પાકિસ્તાન પાછો જઈશ, ત્યારે અમે અહીં બનેલી તમામ બાબતોની ચર્ચા કરીશું. જો મારે સુકાની પદ છોડવું પડશે તો હું તમને આ નિર્ણય ખુલ્લેઆમ જણાવીશ. હું પડદા પાછળ કંઈપણ જાહેર કરીશ નહીં. જે થશે તે બધાની સામે થશે.

તેણે પીસીબી સામે અંગુલિનિર્દેશ કરતાં કહ્યું હતું કે મેં કેપ્ટનશિપ છોડી ત્યારે મેં વિચાર્યું હતું કે હું આ ભૂમિકા ફરી ક્યારેય નહીં લઈશ, બાબરે કહ્યું કે પીસીબીએ તેને ફરીથી કેપ્ટનશિપ આપી છે અને તેના ચાલુ રાખવાનો કોઈ પણ નિર્ણય માત્ર તેનો જ રહેશે. હું કેપ્ટન છું, એટલા માટે તમે વારંવાર મારા પર આંગળી ચીંધો છો, હું બધા ખેલાડીઓની જગ્યાએ રમી શકતો નથી. ટીમમાં 11 ખેલાડીઓ છે અને દરેકની પોતાની ભૂમિકા છે.

Most Popular

To Top