ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈના મેદાન પર રમાઈ રહી છે. પાકિસ્તાની ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને ભારતને 242 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમ માટે એકમાત્ર અડધી સદી સઉદ શકીલે ફટકારી. તેણે 62 રન બનાવ્યા અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન (46) સાથે 104 રનની ભાગીદારી કરી. કુલદીપે 3 અને પંડ્યાએ 2 વિકેટ લીધી.
ઓપનર બાબર આઝમ (23 રન) અને ઇમામ-ઉલ-હક (10 રન) સારી શરૂઆત આપવામાં નિષ્ફળ ગયા. ભારતીય સ્પિનરો સામે નીચલા મધ્યમ ક્રમ પણ નિષ્ફળ ગયો. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. જ્યારે હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને 1-1 સફળતા મળી. 2 બેટ્સમેન રન આઉટ થયા. આ બોલરોના કારણે પાકિસ્તાની ટીમ મોટો સ્કોર કરી શકી નહીં. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન રિઝવાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે ટોસ બહુ મહત્વનો નથી. જોકે આ પિચ પછીથી ધીમી પડી શકે છે.
પાકિસ્તાને 37 ઓવરમાં 167 રન બનાવ્યા હતા. ત્યાં સુધીમાં 5 બેટ્સમેન આઉટ થઈ ગાય હતા. ટીમે ૧૮ બોલમાં ૩ વિકેટ ગુમાવી દીધી. રવિન્દ્ર જાડેજાએ તૈયબ તાહિર (4 રન) ને બોલ્ડ આઉટ કર્યો હતો. અગાઉ હાર્દિક પંડ્યાએ સઈદ શકીલ (62) ને આઉટ કર્યો હતો જ્યારે અક્ષર પટેલે કેપ્ટન મોહમ્મદ રિઝવાન (46) ને આઉટ કર્યો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી હતી. તેણે બાબર આઝમ (23) અને સઈદ શકીલ (62) ને આઉટ કર્યા. અક્ષર પટેલે ઇમામ (10) ને સીધો થ્રો કરીને રન આઉટ કર્યો હતો.
ભારતીય પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
પાકિસ્તાની પ્લેઇંગ ઇલેવન
મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), ઇમામ ઉલ હક, સઈદ શકીલ, બાબર આઝમ, સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ અને અબરાર અહેમદ.
