નવી દિલ્હી: પાકિસ્તાની ગાયક (Pakistani singer) રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali Khan) વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ટ્વિટર પર એક વીડિયો ઝડપથી વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જેમાં ગાયક તેના નોકરને ચપ્પલ (Slippers) વડે મારતો (Beating) જોવા મળી રહ્યો છે. આ સાથે જ ગાયક નોકરને પૂછતા જોવા મળે છે કે ટેબલ પર રાખેલી બોટલ ક્યાં ગઈ? વીડિયો થોડો હ્રદયસ્પર્શી છે. આ વીડિયો જોયા બાદ ભારતના (India) રાહત ફતેહ અલી ખાનના ફેન્સ (Fans) સહિત પાકિસ્તાનના (Pakistan) લોકો પણ ગાયકની ટીકા કરી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે રાહત નોકરના વાળ પકડી રાખે છે અને પછી હાથમાં ચપ્પલ વડે તેને માથા પર જોરથી ફટકારે છે. જ્યારે નોકર ડરીને દૂર જાય છે. ત્યારે તેઓ તેની પાસે જાય છે અને પછી પૂછે છે કે બોટલ ક્યાં ગઈ? નોકર નીચે જમીન ઉપર બેઠેલો રહે છે. આ સમયે રાહત ફતેહ અલી ખાન ફરીથી તેના વાળ પકડી લે છે અને તેને મારવા લાગે છે. એકબીજાને અથડાતી વખતે તેઓ નીચે પડી જાય છે. નજીકમાં ઉભેલા અન્ય લોકો તેને ઉપાડી લે છે. પરંતુ તેઓ નોકરને મારવાનું બંધ કરતા નથી. નોકરની પૂછપરછ કરતી વખતે રાહત તેને રૂમના દરવાજા પાસે લાવે છે અને તેને ફરીથી મારવાનું શરૂ કરે છે. દરમિયાન નોકર મૌન રહે છે.
વીડિયોમાં જોવા મળતો સેવક જણાવે છે કે વીડિયોમાં જે બોટલની વાત કરવામાં આવી રહી છે તે હોલી વોટર (પવિત્ર પાણી)ની બોટલ માનવામાં આવી રહી છે. હું ભૂલી ગયો કે મેં તેને ક્યાં રાખી છે. તેઓ અમારા શિક્ષક છે. તેમજ તેઓ અમને ખૂબ પ્રેમ કરે છે. વીડિયો જોયા પછી લોકો જે સમજી રહ્યા છે એ સમગ્ર સત્ય નથી. આ ફક્ત આપણા ઉસ્તાદજીને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓ અમને ખૂબ પ્રેમ કરે છે. હું લાંબા સમયથી તેમની સાથે છું. આ ઘટના બન્યા પછી રાહત ફતેહ અલી ખાને જણાવ્યુંં કે મેં તેમની માફી પણ માંગી છે. પેરંતુ નોકરે જણાવ્યું કે ના, તેઓ અમારા કરતા મોટા છે. તેમજ અમે તેમને ખુબ પ્રેમ કરીએ છીએ.