ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પણ બ્લોકબસ્ટર મેચોની શ્રેણી ચાલુ છે. આજે શનિવારે તા. 22 ફેબ્રુઆરીના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં ઇંગ્લેન્ડની ટીમ ટોસ હારી ગઈ અને પહેલા બેટિંગ કરવા આવી. આ મેચમાં એક એવી ઘટના જોવા મળી જેણે ચાહકોને સ્તબ્ધ કરી દીધા.
- ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની મેચમાં ભારતનું રાષ્ટ્રગીત વગાડી પાકિસ્તાને મોટી ભૂલ કરી
મેચ શરૂ થાય તે પહેલાં, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બંનેના રાષ્ટ્રગીત વગાડવામાં આવવાના હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે ભારતનું રાષ્ટ્રગીત વાગવાનું શરૂ થયું. જોકે, અધિકારીઓએ તરત જ તેને અટકાવી દીધું અને પછી ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું. ત્યાં સુધીમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
આ યજમાન દેશ પાકિસ્તાનની મોટી ભૂલ હતી. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનમાં એક પણ મેચ રમશે નહીં. ભારતે આ આઠ ટીમોની ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ ‘હાઇબ્રિડ મોડેલ’ અપનાવવામાં આવ્યું હતું. ભારત તેની બધી મેચ દુબઈમાં રમી રહ્યું છે.
મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન: મેથ્યુ શોર્ટ, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, સ્પેન્સર જોહ્ન્સન.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: ફિલ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ.
