World

અફઘાનિસ્તાન બાદ હવે તાલિબાનને પાકિસ્તાન જોઈએ છે ! આતંકવાદી હુમલા બાદ કર્યો ખુલાસો

નવી દિલ્હી : આતંકવાદી હુમલાઓએ પાકિસ્તાનને (Pakistan) હલાવીને રાખી દીધું છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીના (Karachi) પોલીસ હેડક્વાર્ટર પર શુક્રવારે ઘાતક ફિદાયીન હુમલો પણ તાલિબાન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે. પાકિસ્તાની તાલિબાને (Taliban) એક સંક્ષિપ્ત નિવેદન જાહેર કરીને હુમલાની જવાબદારી સ્વીકારી છે. કેટલાક કલાકો સુધી ગોળીબાર અને વિસ્ફોટોના અવાજથી કરાચીનું મુખ્ય બજાર હચમચી ઉઠ્યું હતું. સરકારી અધિકારીઓ અને દક્ષિણ સિંધ પ્રાંતના પોલીસ વડા ગુલામ નબી મેમને જણાવ્યું હતું કે હુમલામાં ત્રણ સુરક્ષાકર્મીઓ અને એક નાગરિક માર્યા ગયા હતા. જ્યારે 18 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. કરાચી દક્ષિણ સિંધ પ્રાંત હેઠળ આવે છે. વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે બોમ્બ સાથે આવેલા બે આત્મઘાતી બોમ્બરો માર્યા ગયા હતા જેમાંથી એક આત્મઘાતી બોમ્બરે બિલ્ડીંગમાં પ્રવેશતાં જ પોતાને ઉડાવી દીધો હતો.

  • અફઘાનિસ્તાન બાદ હવે તાલિબાનને પાકિસ્તાન જોઈએ છે
  • તાલિબાન પાકિસ્તાનને મેળવવાના સપના જોઈ રાહ્યુ છે
  • તાલિબાને સરકાર સાથે ચાલેલા યુદ્ધવિરામનો કરાર તોડ્યો

તાલિબાન પાકિસ્તાનને મેળવવાના સપના જોઈ રાહ્યુ છે
જો કે હવે આ હુમલા બાદ સવાલ એ થઇ રાહ્યો છે કે તાલીબાન પાકિસ્તાન ઉપર આટલા બધા હુમલાઓ શા માટે કરી રહ્યું છે.તો શું હવે અફઘાનીસ્થાન બાદ તાલિબાનને પાકિસ્તાનને મેળવવાના સપના જોઈ રાહ્યુ છે. પાકિસ્તાને હાલમાં તો સુરક્ષા એડિટ શરુ કરી દીધું છે. સરકાર તરફે એક સલાહકાર મુર્તુઝા વહાબે કહ્યું હતું કે પોલીસ અને સંસદીય બાળો દ્વારા એક સંયુક્ત અભિયાન હેઠળ શુક્રવારે મોડી રાત્રે થયેલા હુમલા બાદ થોડા જ કલાકમાં પોલીસ હેડ ક્વાટર્સને પણ કહેલી કરી દીધું હતું.વહાબે એ વાતની ખાતરી કરી હતી કે આતંકવાદીઓ વિરૃદ્ધનું અભિયાન હવે પૂર્ણ થયું છે. બીજી તરફ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પાકિસ્તાનના મુખ્ય વ્યાપારી શહેર કરાચીમાં થયેલા હુમલાની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું હતું. વડાપ્રધાન શાહબાઝ શરીફે સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. અગાઉના ટીવી ફૂટેજમાં અધિકારીઓને શહેરના સેન્ટ્રલ પોલીસ સ્ટેશનની આસપાસના રહેવાસીઓએ બંદૂકની ગોળી અને વિસ્ફોટના અવાજો સાંભળ્યાની જાણ કરી હતી.

તાલિબાને સરકાર સાથે ચાલેલા યુદ્ધવિરામનો કરાર તોડ્યો
આતંકવાદીઓએ પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા હતા.વધુમાં પાકિસ્તાનમાં નવેમ્બરથી આતંકવાદી હુમલામાં વધારો જોવા મળ્યો છે જ્યારે પાકિસ્તાની તાલિબાને સરકાર સાથે મહિનાઓથી ચાલેલા યુદ્ધવિરામનો કરાર તોડ્યો છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન એક અલગ જૂથ છે અને તેને અફઘાનિસ્તાનમાં તાલિબાન જૂથનો કથિત સહયોગી માનવામાં આવે છે.જે વિષે પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લા ખાને જણાવ્યું હતું.

તહરીક-એ-તાલિબાનને પાકિસ્તાની તાલિબાન તરીકે ઓળખવામાં આવે છે. પાકિસ્તાનની કાયદા અમલીકરણ એજન્સીઓ અને સિંધ સરકાર પાકિસ્તાની તાલિબાન આતંકવાદીઓ દ્વારા કરાચી પોલીસ વડાની ઑફિસ પરના હુમલામાં ગંભીર સુરક્ષા ખામીનું ઓડિટ કરશે.

Most Popular

To Top