નવી દિલ્હી: ભારતીય સિનેમાના સૌ કોઈ શોખિન હોય છે. અને કેમ ન હોય ટેલેન્ટની કમી ભારતીય સિનેમામાં (Bollywood) કયારેય જોવા મળી નથી. દરેક લોકો ઉપર હોલિવુડની (Hollywood) જેમ બોલિવુડની ઘૂન પણ સવાર છે. પરંતુ જો વાત કરીએ પાકિસ્તાની (Pakistan) સિનેમાની તો જાણકારી મળી આવી છે કે પાકિસ્તાનમાં ભારતીય સિનેમાના ગીતો તેમજ ફિલ્મો ઉપર પ્રતિબંધ છે તેમ છતાં ત્યાંના લોકો ભારતીય ગીતો પર થરકતા હોય તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને જોતા લાગી રહ્યું છે કે પ્રતિબંધ હોવા છતાં ત્યાંના લોકો ભારતીય સિનેમા તેમજ તેના ગીતોને પસંદ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ઘૂમ મચાવી રહ્યો છે. જો કે આ વીડિયો માટે જ આ પહેલા બોલિવુડની ધકધક ગર્લ એટલે કે માધુરી દિક્ષિત ચર્ચામાં આવી હતી. આ વીડિયોમાં પાકિસ્તનાની એક છોકરી લતા મંગેશકરજીના ગીત મેરા દિલ યે પુકારે આજા ગીત ઉપર થરકતી જોવા મળી રહી છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પાકિસ્તાનમાં આર્ટિકલ 370 હટયા પછી પાકિસ્તાનમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. એટલે કે તેણે શું કરવું તે તેને સમજ પડી રહી ન હતી. તો તે સમયે પાકિસ્તાને ભારતીય સિનેમા એટલેકે ભારતની ફિલ્મ તેમજ તેના સ્ક્રીનિંગ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે આ પ્રતિબંધ લાંબા સમય સુધી ચાલ્યો ન હતો.
જાણકારી મુજબ પાકિસ્તાનના ભારતીય સિનેમાના સ્ક્રીનિંગ ઉપરના પ્રતિબંધ પછી તેઓ યુ-ટયુબ, નેટફિલ્સ, એમેઝોન જેવા ઓનલાઈન તેમજ ઓટીટી પ્લેટફોર્મ ઉપર ભારતીય સિનેમા દ્વારા પ્રસારિત થતી તમામ ફિલ્મ તેમજ ગીતોનો આનંદ માણતા હતાં. મળતી માહિતી મુજબ પાકિસ્તાનમાં હાલના સમયે પણ 70 ચેનલો એવી છે જે હિંદીમાં પ્રસારિત થાય છે. સાસ ભી કભી બહુ થી, સાથ નિભાના સાથિયા, કુમકુમ ભાગ્ય તેમજ સીઆઈડી જેવા શો હાલમાં પણ પાકિસ્તાનમાં પ્રસારિત થઈ રહ્યાં છે. આ ઉપરાંત નાના બાળકો પણ મોટું પતલું, છોટા ભીમ, ડોરેમોન જેવા કાર્ટૂનને પસંદ કરી રહ્યાં છે. આ તમામ બાબતો પછી અનુમાન કરી શકાય છે કે હિંદી ગીતો તેમજ ફિલ્મોની આખાં વિશ્વમાં બોલબાલા છે. તેમજ સમગ્ર વિશ્વમાં તેની બોલબાલા વધી પણ રહી છે.