નવી દિલ્હી: એશિયા કપ 2023ની (Asia Cup 2023) યજમાની પાકિસ્તાન (Pakistan) પાસેથી લઈ લેવામાં આવી છે હવે આ વર્લ્ડકપ શ્રીલંકામાં (Srilanka) યોજાય કેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. ત્યારે આ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનું અપમાન થયું છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાને પાકિસ્તાન દ્વારા રજૂ કરવામાં આવેલા હાઈબ્રિડ મોડેલને નકારી કાઢ્યું છે.
જણાવી દઈએ કે પીસીબીના પ્રમુખ નજમ સેઠી દ્વારા રજૂ કરવામાં આવેલા હાઈબ્રિડ મોડેલમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે એ પાકિસ્તાન એશિયા કપની ત્રણ કે ચાર મેચો ઘરઆંગણે રમવી હતી જ્યારે ભારત સાથેની મેચ અન્ય જગ્યાએ રમવાની હતી.
અગાઉ સેઠીએ કહ્યું હતું કે ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાની જગ્યાએ અન્ય દેશમાં થાય છે તો તે આ મેચમાં ભાગ લેશે નહિં. જાણકારી મળી આવી હતી કે આવા સમયે પાકિસ્તાન એશિયાકપનો બહિષ્કાર પણ કરી શકે છે. એસીસીના સૂત્રો પાસેથી માહિતી મળી આવી છે કે પાકિસ્તાન પાસે હવે માત્ર બે જ વિકલ્પ છે ક્યાં તો તે જે દેશમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે ત્યાં આવી મેચ રમે અથવા આ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જાય.
આઈસીસીએ કહ્યુ કે ટુર્નામેન્ટમાંથી જો પાકિસ્તાન ખસી પણ જાય છે તો પણ આને અશિયા કપ જ કહેવામાં આવશે. પીસીબીએ આ અંગે કહ્યું છે કે જો શ્રીલંકા એશિયા કપ માટે બનાવેલા હાઇબ્રિડ મોડલને સ્વીકારશે નહીં તો પીસીબી તેની ટીમ શ્રીલંકા મોકલશે નહીં. સૂત્રોએ એવી પણ સંભાવના વ્યકત કરી છે કે આ વર્ષે એશિયા કપ સંપૂર્ણપણે રદ થઈ શકે છે.
પાકિસ્તાન એશિયા કપને લઈને જે પણ નિર્ણય લે તે વચ્ચે એવા એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે કે પાકિસ્તાન 2023 ODI વર્લ્ડ કપ માટે પોતાની ટીમ મોકલવાની વાતને નકારી શકે નહીં. કારણ કે એશિયા કપ એ એસીસી ટૂર્નામેન્ટ છે, જ્યારે વર્લ્ડ કપ આઈસીસી ટૂર્નામેન્ટ છે. ICC ટૂર્નામેન્ટમાંથી ખસી જવું એટલું સરળ નથી જેટલું PCB વિચારી રહ્યું છે. એટલા માટે તેણે ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે પોતાની ટીમ મોકલવી પડશે.