ઈસ્લામાબાદ: ફ્લોર ટેસ્ટ પહેલા ઈમરાન ખાન(Imran khan)ને મોટો ફટકો પડ્યો છે. સહયોગી MQMએ ફ્લોર ટેસ્ટ પહેલા વિરોધ પક્ષો(oppositions) સાથે કરી સમજૂતી કરી લેતા ઇમરાન ખાનને મોટો ઝાટકો લાગ્યો છે. વાસ્તવમાં, ઈમરાન ખાનની સરકારના સહયોગી MQM એ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા વિપક્ષી પાર્ટીઓ સાથે સમજૂતી કરી છે. ફ્લોર ટેસ્ટ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને બુધવારે મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, ઈમરાન ખાનની સરકારના સહયોગી MQM એ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા વિપક્ષી પાર્ટીઓ સાથે સમજૂતી કરી છે.
- બિલાવલ ભુટ્ટો ઝરદારીએ MQM સાથેના કરાર અંગે માહિતી આપી
- જમહુરી વતન પાર્ટી બાદ હવે MQM એ ઈમરાનનો પક્ષ છોડી દીધો
- હવે ઇમરાનનાં પક્ષમાં 164 અને વિપક્ષ પાસે 177 સભ્યોનું સમર્થન
પીપીપી ચીફ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ટ્વીટ કર્યું કે સંયુક્ત વિરોધ પક્ષ અને MQM વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. રાબતા સમિતિ MQM અને PPP CEC કરારોને બહાલી આપશે. વિપક્ષે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. આ અંગે 31 માર્ચથી ચર્ચા થવાની છે. પરંતુ આ પહેલા MQM અને PPPની સમજૂતી બાદ ઈમરાન ખાન સરકારે બહુમતી ગુમાવી દીધી છે.
ઇમરાનખાનની ખુરશી બચવી અશક્ય
પાકિસ્તાની એસેમ્બલીનું સંપૂર્ણ ગણિત પાકિસ્તાન એસેમ્બલીમાં 342 સભ્યો છે. બહુમતી માટે 172 સભ્યો હોવા જરૂરી છે. MQMના ઈમરાન ખાનનું સમર્થન છોડ્યા બાદ વિપક્ષ પાસે 177 સભ્યોનું સમર્થન રહેશે. જ્યારે ઈમરાન ખાનને 164 સભ્યોનું સમર્થન હશે. ઈમરાન ખાનની સરકારને તોડવા માટે વિપક્ષને માત્ર 172 સભ્યોની જરૂર છે. જે હવે શક્ય જણાય છે.
વિદેશી ફંડિંગનો ખાનનો આરોપ
બીજી તરફ ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો વિદેશી ફંડની મદદથી પાકિસ્તાનમાં તેમની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈમરાન સરકારના મંત્રી અસદ ઉમરે દાવો કર્યો છે કે પીએમ ઈમરાન પાકિસ્તાનના ચીફ જસ્ટિસને આ પત્ર બતાવવા માટે તૈયાર છે. સાથી પક્ષો એક પછી એક છેતરાઈ રહ્યા છે, ઈમરાન ખાનની પાર્ટીના લગભગ 2 ડઝન સાંસદો બળવાખોર છે. આ સિવાય સરકારમાં સહયોગી પક્ષો, MQMP, PMLQ અને જમ્હૂરી વતન પક્ષોએ પણ સાથે છોડવાનું શરૂ કર્યું છે. પહેલા જમ્હૂરી વતન પાર્ટીના નેતા શાહજૈન બુગતીએ ઈમરાન કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. આ સાથે જ તેણે ઈમરાન વિરુદ્ધ વિપક્ષને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ, MQMP પણ વિપક્ષ સાથે સમજૂતી પર પહોંચી ગઈ છે.