જમ્મુ ડિવિઝન અને કાશ્મીર ખીણમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા પાછળ પાકિસ્તાન આર્મીના સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ (SSG) નો હાથ છે. આ હુમલાઓની સમગ્ર રણનીતિ પાકિસ્તાની સેનાના SSG કમાન્ડોના GOC આદિલ રહેમાની દ્વારા બનાવવામાં આવી રહી છે. માહિતી દર્શાવે છે કે આદિલ રહેમાની સારી રીતે વિચારેલા પ્લાનના ભાગરૂપે જમ્મુ ડિવિઝન અને કાશ્મીર ખીણ બંનેમાં હુમલાની યોજના બનાવી રહ્યો છે. આદિલ રહેમાનીની દેખરેખ હેઠળ આ ઓપરેશન માટે લગભગ ૬૦૦ ઉચ્ચ પ્રશિક્ષિત કમાન્ડોને આ પ્રદેશમાં એર-ડ્રોપ કરવામાં આવ્યા છે, જેમાંના ઘણા ભારતમાં પ્રવેશી ચૂક્યા છે.
કમાન્ડોનું નેતૃત્વ પાકિસ્તાન આર્મીના લેફ્ટનન્ટ કર્નલ શાહિદ સલીમ કરી રહ્યા છે, જેઓ જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે અને આ કમાન્ડોને આતંકવાદીઓને હુમલા કરવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે. ૨૭ જુલાઈના રોજ કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં પાકિસ્તાન આર્મીની બોર્ડર એક્શન ટીમની સંડોવણી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં પાકિસ્તાની સેનાની સીધી સંડોવણીની પુષ્ટિ કરે છે. જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા હુમલા પાછળ પાકિસ્તાની સેનાનો સીધો હાથ છે. હકીકતમાં પાકિસ્તાની સેનાએ કારગિલના યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરી છે, જેનો જવાબ ભારતે આપવો જ પડશે.
ભારતીય સેનાએ જમ્મુ ડિવિઝનમાં વધી રહેલા આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સરપ વિનાશ ૨.૦ શરૂ કર્યું છે, જેમાં આ ક્ષેત્રમાં ૫૫ સક્રિય આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. છેલ્લાં ૨૧ વર્ષમાં આ સૌથી મોટું એન્ટી-ટેરર ઓપરેશન છે અને વડા પ્રધાનના કાર્યાલય (PMO) દ્વારા તેની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. રિપોર્ટ સીધો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને આર્મી સ્ટાફને મોકલવામાં આવી રહ્યો છે. આ ઓપરેશન છેલ્લાં બે વર્ષમાં જમ્મુમાં આતંકવાદી હુમલાઓમાં તીવ્ર વધારોનો જવાબ છે, જેમાં છેલ્લાં બે વર્ષમાં ૪૮ સૈનિકોના જીવ ગયા છે. ભારતીય સેનાએ આતંકવાદી જોખમને નાકામ કરવા માટે ૨૦૦ સ્નાઈપર્સ અને ૫૦૦ પેરા કમાન્ડો સહિત વધારાના ૩,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા છે.
ભારતીય સેનાએ વિલેજ ડિફેન્સ ગાર્ડ્સ (વીડીજી)ની પણ મદદ માંગી છે, જેમણે ૧૯૯૫ અને ૨૦૦૩ વચ્ચે જમ્મુમાં આતંકવાદને ખતમ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ વીડીજીને સ્થાનિક વિસ્તારની અને અહીંના પડકારોની સમજ છે, તેથી સેના અને સુરક્ષા દળો આતંકવાદીઓ જ્યાં છૂપાયેલા છે તેવા મુશ્કેલ પ્રદેશો સુધી પહોંચવા માટે તેમની મદદ લે છે. આ ઓપરેશનનો ઉદ્દેશ પાકિસ્તાનના કાશ્મીર ખીણના ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW) નેટવર્કને તોડી પાડવાનો છે, જે આતંકવાદીઓને ખોરાક, આશ્રયસ્થાન અને શસ્ત્રો સહિત લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડે છે.
એટલા માટે આ ઓપરેશન આતંકના હાલના નેટવર્કને ખતમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતીય સેના આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરી રોકવા માટે પણ કામ કરી રહી છે, જ્યાં બીએસએફ અને સેનાના જવાનો હાઈ એલર્ટ પર છે. હાલમાં જમ્મુના ડોડા, કઠુઆ, ઉધમપુર, રાજૌરી, પુંછ અને રિયાસી જિલ્લામાં ઓપરેશન ચાલી રહ્યું છે, જ્યાં ૫૫ આતંકવાદીઓ છૂપાયેલા હોવાનું માનવામાં આવે છે. ભારતીય સેના જમ્મુને આતંકવાદનું હબ બનાવવાની પાકિસ્તાનની યોજનાને નિષ્ફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
૨૦૧૯ માં કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી ત્યારથી જમ્મુ વધુ ને વધુ આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્રબિંદુ બની ગયું છે, જેના કારણે આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા છે કે પછી તેઓ ફરીથી સંગઠિત થયા છે તે અંગે પ્રશ્નો ઊભા થાય છે. પોલીસ જંગલોમાં ઝીણવટપૂર્વક કોમ્બિંગ કરી રહી છે, જ્યાં જૂની ગુફાઓ સંભવિત રીતે આતંકવાદીઓ માટે સંતાવાનું સ્થાન બની શકે છે. આર્ટિકલ ૩૭૦ની નાબૂદી પછી જમ્મુ આતંકવાદી કાર્યવાહી માટેનું કેન્દ્ર બની ગયું હોય તેવા નોંધપાત્ર પુરાવા છે. આગલા ચાર વર્ષની સરખામણીમાં છેલ્લાં ચાર વર્ષમાં આતંકવાદીઓની ધરપકડમાં ૭૧% અને આતંકવાદીઓના હુમલા પછી ભાગી જવાના બનાવોમાં ૪૩% વધારો દર્શાવે છે.
આતંકવાદીઓ દ્વારા જમ્મુને નિશાન બનાવવાનું લક્ષ્ય માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નથી પરંતુ વ્યૂહાત્મક કારણોસર પણ છે. જમ્મુની ઊંચી હિંદુ વસ્તી, કાશ્મીરની સરખામણીમાં ઓછાં સુરક્ષા દળો અને સુરક્ષિત જંગલો તેને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કાશ્મીરનો આકર્ષક વિકલ્પ બનાવે છે. એકલા જમ્મુ વિભાગમાં, સાત સક્રિય આતંકવાદી જૂથોના અહેવાલો છે, જેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં સંગઠનો સાથે સંકળાયેલા વિદેશી આતંકવાદીઓની મોટી હાજરી છે. ડોડા અને કઠુઆમાં થયેલા હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સ પર છે. જમ્મુમાં બોર્ડર-ક્રોસિંગ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ નેટવર્ક એક મોટો પડકાર ઊભો કરે છે, જે આતંકવાદીઓને સરહદ પાર કરવામાં મદદ કરે છે.
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને ખાતરી આપી હતી કે સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓ જમ્મુ ક્ષેત્રમાં વધતી જતી આતંકવાદી ગતિવિધિઓને સંબોધવા અને શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે જલદ અભિગમ અપનાવશે. આતંકવાદી ઘટનાઓની વધતી સંખ્યા અને સરહદ પારથી ઘૂસણખોરીની ચિંતા વચ્ચે આ વિસ્તારમાં આયોજિત સળંગ ઉચ્ચ સ્તરીય સંયુક્ત સુરક્ષા સમીક્ષા બેઠકો દરમિયાન આ ખાતરી આપવામાં આવી હતી.
રાજભવન અને પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી બેઠકોમાં BSF, CRPF, J&K પોલીસના મહાનિર્દેશકો, ગુપ્તચર એજન્સીના વડાઓ અને અન્ય વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની હાજરી જોવા મળી હતી. આર્મી ચીફની જમ્મુની મુલાકાત, ૩૦મી જૂને ભારતીય સેનાના ૩૦ મા વડા બન્યા પછી ત્રણ અઠવાડિયામાં તેમની બીજી મુલાકાત છે, જે કઠુઆના માચેડી અને ડોડાના દેસા જંગલના વિસ્તારોમાં એક કેપ્ટન સહિત ૯ સૈન્યના જવાનોના મૃત્યુમાં પરિણમેલા બે આતંકવાદી હુમલાઓ પછી પહેલી છે. જમ્મુમાં આર્મી ચીફની આગેવાની હેઠળની બેઠકમાં સંરક્ષણ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ચાર દિવસમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાર એન્કાઉન્ટર પછી જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડા પ્રધાન મોદીએ ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરી હતી. પ્રધાન મંત્રીને કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ અને સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવી રહેલી આતંકવાદવિરોધી કામગીરી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાને અધિકારીઓને સશસ્ત્ર દળોની આતંકવાદવિરોધી ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવા જણાવ્યું છે.
વડા પ્રધાને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે પણ વાત કરી અને કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિની સમીક્ષા કરી. મનોજ સિન્હાએ વડા પ્રધાનને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. ૯ જૂનના રોજ આતંકવાદીઓએ રિયાસી જિલ્લામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો, જેમાં ૯ લોકો માર્યા ગયાં હતાં. તેના એક દિવસ પહેલાં દક્ષિણના કઠુઆ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જો પાકિસ્તાનની આડોડાઈને કારણે આ વખતે ભારતને કારગિલ જેવા યુદ્ધમાં ઊતરવાની ફરજ પડશે તો ભારતીય સૈન્યનું મુખ્ય લક્ષ્ય પાકિસ્તાનના કબજા હેઠળનું આઝાદ કાશ્મીર હશે તે નક્કી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.