પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલામાં ભારતના નાગરિકોના મોત થયા હતા તેનો બદલો લેવા હવે ભારતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર હુમલાઓ શરૂ કર્યા છે. ઓપરેશન સિંદુર નામ આપી એર સ્ટ્રાઇક કરી સટીક હુમલા કર્યો છે તેમાં પાકિસ્તાનના આંતકવાદીઓની ખાસી તબાહી થઈ છે કેટલા મર્યા તેનો ચોક્કસ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પાકિસ્તાન હાલ ખુબજ મુશ્કેલ સમયમાથી પસાર થઈ રહ્યું છે તેમ છતા તે આતંકવાદ છોડવા તૈયાર નથી આતંકવાદીઓને તો લશ્કરનો ભાગ હોય તેવી માન્યતા આપેલી છે.
પાકિસ્તાન પાસે ખાદ્ય સામગ્રી નથી કે યુદ્ધ લડવા પુરતા હથિયાર કે દારૂ ગોળા નથી તેમ છતા તે ભારત સામે કટ્ટર દુશમની રાખે છે ભારતની સાથે જ આઝાદ થયેલુ પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ભારત સામે ચાર યુદ્ધ લડી ચારેય યુદ્ધ હારી ખુવાર થઇ ચૂકયું છે. આઝાદ થયાને 78વર્ષ થયા છતા પાકિસ્તાન પોતાની પ્રજાને પુરતુ ભોજન કે યોગ્ય શિક્ષણ કે મેડિકલ ટ્રીટમેન્ટ આપી શક્યું નથી આતંકવાદને પોષવામાં પાકિસ્તાન ખુવાર થઇ ગયુ છે એ સચ્ચાઇનો સ્વિકાર કરી પાકિસ્તાન તમામ આતંકવાદીઓને ભારતને સોપી દે અને આતંકની તમામ ફેકટરીઓ બંધ કરી ભારતને શરણે આવે તો જ હવે પાકિસ્તાન બચી શકે છે તે સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.