કચ્છમાં પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન હુમલાના પ્રયાસ થઇ રહ્યાં છે. ભારતના ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન બેબાકળું બન્યું છે અને સતત ભારત પર હુમલા કરી રહ્યું છે. પાકિસ્તાનના સરહદી વિસ્તાર કચ્છમાં પણ પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી રહી છે.
- કચ્છ સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન ના હુમલા નિષ્ફળ બનાવાયા
- એક ડ્રોન આદિપુરમાં તોડી પડાયું, એસઆરસી જુની ઈમારત સંકુલમાં ડ્રોન આગ સાથે તુટયું
- લોકોને ધરમાં રહેવા અફવા પર ધ્યાન ન આપવા અપીલ
પાકિસ્તાન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારમાં ડ્રોન હુમલાના પ્રયાસ થઇ રહ્યાં છે જેને ભારતીય સુરક્ષાદળો દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા ફરી એક વખત શનિવારે 6 ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યો હતો.
કચ્છમાં 6 ડ્રોન ભારતીય સુરક્ષાદળો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આદિપુર સર્કલ કોલેજ પાસે એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. ભૂજ નજીક 4 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. અબડાસા તાલુકાના નાનીધુફી ગામમાં સવારના 6 વાગ્યાની આસપાસ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.
કચ્છમાં એલ-70 એર ડિફેન્સ ગનનો ઉપયોગ કરીને ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના એક ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યો હતો. કચ્છમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવાઇઝરી બહાર પાડતા કહેવામાં આવ્યું કે, તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઇ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં.