National

જમ્મુના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાનનો ગોળીબાર, ભારતના બે સૈનિક, ચાર નાગરિકો ઘાયલ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં (Jammu-Kashmir) ફરી એકવાર પાકિસ્તાને (Pakistan) શસ્ત્ર વિરામનો ભંગ (Breach of Armistice) કર્યો છે. આઠ દિવસમાં બીજી વાર આંતરરાષ્ટ્રીય સરહદ (Border) ઉપર ગોળીબાર કર્યો છે. ગઈકાલે મધરાત્રે પાકિસ્તાનની સેનાએ જમ્મુના અરનિયા સેક્ટરની તમામ આઠ પોસ્ટ ઉપર ભારે ગોળીબાર (Firing) કર્યો છે. જેમાં ભારતના (India) બે જવાનો અને ચાર નાગરિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત (Injured) થયા છે.

મળતી માહિતી મુજબ પાકિસ્તાને ગુરુવારે મોડી રાત્રે રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો. ભારતે વળતો જવાબ આપતા પાકિસ્તાનની ઘણી ચોકીઓ નષ્ટ કરી હતી અને પાંચથી સાત રેન્જર્સને પણ માર્યા ગયા હતા. બિક્રમ પોસ્ટ પર તૈનાત કર્ણાટકના સૈનિક બાસપરાજને ગોળીબારમાં પગ અને હાથમાં શેલ સ્પ્લિન્ટર્સ વાગ્યા હતા. જ્યારે જબ્બોવાલ પોસ્ટ ઉપર એક સૈનિકના પગમાં ગોળી વાગી હતી.

આ સૈનિકોને જમ્મુ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાનના 25થી વધુ મોર્ટાર શેલ અરનિયા, સુચેતગઢ, સાઈ, જબ્બોવાલ અને ટ્રેવાના રહેણાંક વિસ્તારોમાં પડ્યા છે. ભારે ગોળીબારને કારણે BSFએ આ વિસ્તારને હાઈ એલર્ટ પર મૂકી દીધો છે. પોલીસે લોકોને તેમના ઘરોમાં રહેવા અને વીજળી બંધ રાખવા જણાવ્યું છે. 18 ઓક્ટોબરે થયેલા આ ગોળીબારમાં બે સૈનિકો ઘાયલ થયાં હતા.

BSF તરફથી સરહદ વિસ્તારમાં લોકોને ઈલેક્ટ્રીક બલ્બ બંધ કરવા અને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. તેમજ અરનિયા સહિતના સરહદ વિસ્તારમાં હાઈ એલર્ટ પણ મૂકવામાં આવ્યા છે. પોલીસે બોર્ડર તરફ જતા તમામ રસ્તાઓ ઉપર બેરિકેટ લગાવીને વાહનોની ચકાસણી શરૂ કરી દીધી છે. જે લોકો સરહદ તરફ આવ્યા છે તેમને ઘરે પાછા ફરવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ IB એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાનને પણ ફાયરિંગમાં મોટું નુકસાન થયું છે. ભારતીય પલટવારમાં તેમના પાંચથી છ સૈનિકો માર્યા ગયા છે.

પાકિસ્તાનનાં કુપવાડામાં પાંચ આતંકવાદીઓને ઠાર કરાયા
આજે વહેલી સવારે ઉત્તર કાશ્મીરના કુપાવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટી આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.

આ મામલાને લઈને ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે સેના અને પોલીસ દ્વારા ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિસ્તારમાંથી ઘૂસણખોરી માટે વારંવાર પ્રયાસો કરવામાં આવે છે. નિયંત્રણ રેખા ઉપર લગભગ 16 લોન્ચિંગ પેડ બનાવવામાં આવ્યા છે. સેના અને પોલીસ દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. આતંકવાદીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. આગામી દિવસોમાં તેમની સંખ્યા વધુ ઘટશે.


Most Popular

To Top