નવી દિલ્હી: T20 વર્લ્ડકપની (T20 WorldCup 2022) સેમી ફાઈનલમાં (Semi Final) પાકિસ્તાનની (Pakistan) ટીમ નસીબના આધારે સેમિફાઇનલમાં પહોંચી હતી. ટીમને સેમિફાઇનલમાં પહોંચવા માટે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અંતે નેધરલેન્ડની (Netherland) જીતથી પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પ્રવેશી ગઈ હતી. બાંગ્લાદેશ (Bangladesh) સામે જીત્યા બાદ પાકિસ્તાન ટીમના મેન્ટર મેથ્યુ હેડને (Matthew Hayden) ડ્રેસિંગ રૂમમાં બેસીને ટીમને લગભગ 4 મિનિટનું લાંબુ ભાષણ આપ્યું હતું. તેનો વીડિયો PCB દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.
આ કોઈ ચમત્કારથી ઓછું નથી
વીડિયો શરૂ થતાં જ મેથ્યુ કહે છે, “આ એક ચમત્કાર છે કે અમે અહીં છીએ. મને પ્રક્રિયામાં પૂરો વિશ્વાસ છે. આપણે ટ્રેનિંગમાં વધુ ધ્યાન આપ્યું ન હતું. એક દિવસ રજા હતી અને અમે તેને રજા તરીકે વિતાવી. મને લાગે છે કે T20માં તમે વધુ રમી શકો છો અને તે માટે વધુ ટ્રેનિંગ લઈ શકો છો. જ્યારે હું આ ટીમને જોઉં છું, ત્યારે મને એક સારી ટીમ દેખાય છે. અમારી પાસે વિશ્વાસ અને શક્તિ છે, જેના આધારે આ ચમત્કાર થયો.”
હેડને વધુમાં કહ્યું કે, અમે સાથે હારીએ છીએ અને જીતીએ છીએ. આજે અમારા માટે વિજય દિવસ હતો. ક્યારેક જીતના દિવસે પણ હારનો સામનો કરવો પડે છે. તમારે તેની પરવા કરવાની જરૂર નથી.” હેડને આગળ કહ્યું, “હું શાહીનના વખાણ કરવા માંગુ છું. તેણે પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ T20 પ્રદર્શન કર્યું છે. ખેલાડીઓએ દબાણમાં સારી રમત બતાવી.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
આપણે અન્ય ટીમો માટે ખતરો બનીશું
ટીમ વિશે વધુ વાત કરતા મેથ્યૂ હેડને કહ્યું, “જ્યારે પાકિસ્તાન ક્રિકેટ આગ ફેલાવવાનું શરૂ કરશે, ત્યારે અમે અન્ય ટીમો માટે ખતરો બની જઈશું. હવે આ ટૂર્નામેન્ટમાં કોઈ અમારો સામનો કરવા માંગતું નથી. આપણે આગળ વધવું પડશે. તમારી જાતને તૈયાર કરો. કારણ કે આગામી મેચમાં તમારે પોઝિટીવ એટીટ્યૂડ સાથે મેદાનમાં ઉતરવાનું છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં શું થયું તેની પરવા કરશો નહીં. જાઓ અને અદ્દભૂત રમત બતાવો.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની સાથે પાકિસ્તાનની ટીમ પણ T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી. પાકિસ્તાનની ટીમને સેમી ફાઇનલમાં પહોંચવામાં નેધરલેન્ડનું મોટું યોગદાન મળ્યું છે. જો દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડ્સ પર જીતી ગયું હોત, તો તેઓ સીધા સેમિફાઇનલમાં પહોંચી ગયા હોત.
સેમીફાઇનલ ક્યારે અને કોની વચ્ચે રમાશે?
2022 T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ 9 નવેમ્બર બુધવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. તે જ સમયે, બીજી સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ 10 નવેમ્બર ગુરુવારે એડિલેડ ઓવલમાં રમાશે. સેમિફાઇનલમાં જીતનારી બંને ટીમો 13 નવેમ્બર, રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ મેચ રમશે.