પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં ખળભળાટ: ‘બાબર કેપ્ટનશિપ છોડી દે’- મલિક – Gujaratmitra Daily Newspaper

Sports

પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં ખળભળાટ: ‘બાબર કેપ્ટનશિપ છોડી દે’- મલિક

નવી દિલ્હી: હાલે વર્લ્ડ કપ 2023(ICC Cricket World Cup 2023) ખુબ ચર્ચાઇ રહ્યો છે. તેમજ આ વર્લ્ડ કપ માટે ક્રિકેટરોના ઇન્ટરવ્યુ(Interviwe) પણ લેવાઈ રહ્યા છે. ત્યારે શોએબ મલિક(Shoeb Malik), વસીમ અક્રમ(Vasim Akram), મોઈન ખાન(Moin Khan) અને મિસ્બાહ ઉલ હક(Misbah Ul Hak) વર્લ્ડ કપ 2023 માટે ટીવી શોનો(TV Show) ભાગ બન્યા હતા. શો દરમિયાન મલિકે બાબરને(Babar) કેપ્ટનશિપ(Captainship) છોડવાની સલાહ(Adwise) આપી હતી. આ જોઈને મોહમ્મદ યુસુફ(Mohammad Yusuf) ગુસ્સે થઈ ગઇ હતા. જણાવી દઈએ કે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ત્રણ મેચમાંથી બે જીત નોંધાવનાર પાકિસ્તાનના(Pakistan) કેપ્ટન બાબર આઝમને તેઓના કેટલાક સાથી ખેલાડીઓની(Players) આકરી ટીકાઓનો(Citicism) સામનો કરવો પડી રહ્યો છે.

શનિવારે વર્લ્ડ કપ લીગના વિષયમાં ભારત સામે પાકિસ્તાનની હાર બાદ મલિકએ વિવાદાસ્પદ ટપ્પણી કરી હતી. હાર બાદ માત્ર મલિક જ નહીં પરંતુ કેટલાક અન્ય પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો અને પ્રશંસકોએ પણ બાબરની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે, મલિકના નિવેદન બાદ પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ યુસુફે વસીમ અક્રમ ઉપર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે આક્રમે મલિકને આવા નિવેદનો આપતા રોકવા જોઈએ.

શોએબ મલિકે શું કહ્યું?
માલિકે કહ્યું, ‘આ મારો અંગત અભિપ્રાય છે. અને હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે અમે ભારત સામેની મેચ હારી ગયા છીયે. અથવા અમે મોટા અંતરથી હારી ગયા છીયે. મારો અભિપ્રાય આ વિષય ઉપર આધારિત નથી. મલિક માને છે કે બાબર લીગની બહાર એક કેપ્ટન તરીકે વિચારતો નથી. જે તેની નેતૃત્વની કુશળતામાં મોટી સમસ્યા છે. તેણે નવા કેપ્ટન માટે શાહીન શાહ આફ્રિદીના નામની પણ ભલામણ કરી હતી.’

મલિક, અક્રમ, મોઈન અને મિસ્બાહ આ શોનો ભાગ હતા
વાસ્તવમાં, શોએબ મલિક, વસીમ અકરમ, મોઈન ખાન અને મિસ્બાહ ઉલ હક વર્લ્ડ કપ 2023 માટે એક ટીવી શોનો ભાગ છે. તે શો દરમિયાન મલિકે કહ્યું- ‘હું તમને પાકિસ્તાની ટીમ વિશે ઈમાનદાર અભિપ્રાય આપીશ. મેં અગાઉના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બાબરે કેપ્ટન્સી છોડી દેવી જોઈએ. આ માત્ર મારો અભિપ્રાય છે, પરંતુ તેની પાછળ ઘણું હોમવર્ક છે. એક ખેલાડી તરીકે બાબર પોતાના અને ટીમ માટે ખૂબ સારી રીતે રમી શકે છે.

Most Popular

To Top