Sports

પાકિસ્તાનનો આ ક્રિકેટ પ્લેયર શું ફરી યુ-ટર્ન લેવા જઈ રહ્યો છે.., નિવૃત્તિ તોડીને મેદાનમાં વાપસી કરશે!

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ નિવૃત્તિ (Retirement) લેવાની અને તોડવાની કળામાં નિપુણતા મેળવી છે. હવે આફ્રિદી ફરી એકવાર ક્રિકેટના (Cricket) મેદાનમાં વાપસી કરવા માંગે છે. આફ્રિદી આગામી પાકિસ્તાન સુપર લીગ (PSL) 2023માં ભાગ લેવા માંગે છે. આફ્રિદી ક્વેટા ગ્લેડીયેટર્સ માટે છેલ્લી સિઝન રમ્યો હતો, પરંતુ પીઠની ઈજાને કારણે તેને ટૂર્નામેન્ટની વચ્ચેથી બહાર થવું પડ્યું હતું. થોડા દિવસો પછી તેણે પીએસએલમાંથી નિવૃત્તિ લીધી હતી.

42 વર્ષીય આફ્રિદીએ કહ્યું કે તેણે પીએસએલમાં પેશાવર ઝાલ્મી અને મુલ્તાન સુલ્તાન સાથે શ્રેષ્ઠ સમય પસાર કર્યો અને આગામી સિઝન માટે તે કોઈપણ ફ્રેન્ચાઈઝીમાં જોડાવા માટે તૈયાર છે. આફ્રિદીએ કહ્યું, ‘મને ખબર નથી કે હું ક્યાં જઈશ. જો કોઈ ફ્રેન્ચાઈઝી ઓફર કરશે તો હું ચોક્કસપણે તેઓ સાથે જોડાઈશ. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને કઈ ટીમ સાથે રમવાની સૌથી વધુ મજા આવે છે, તો ક્રિકેટરે જવાબ આપ્યો, ‘મેં પેશાવર જાલ્મી સાથે સારો સમય પસાર કર્યો. અમારી યોજના ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વાના યુવા પ્રતિભાઓને તક આપવાની હતી. બીજું, મુલ્તાન સુલતાન સાથેના મારા કાર્યકાળ દરમિયાન મેં ઘણી મજા કરી હતી.

શાહિદ આફ્રિદી યુ-ટર્ન લેવામાં નિષ્ણાત છે
શાહિદ આફ્રિદીએ 2006માં પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે, તે બે અઠવાડિયામાં પાછો ફર્યો હતો. પાંચ વર્ષ બાદ PCB દ્વારા ODI ટીમની કેપ્ટનશીપ છીનવી લેવાયા બાદ તેણે 2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, પરંતુ તેણે 5 મહિના પછી પુનરાગમન કર્યું હતું. ત્યારપછી આફ્રિદીએ વર્ષ 2012માં ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવ્યું પરંતુ 2015ના વર્લ્ડ કપ સુધી ODI રમવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષ 2017 માં તેણે ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે PSL 2023માં 9 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 19 માર્ચ સુધી રમાશે. આફ્રિદી અત્યાર સુધી પીએસએલમાં કુલ 6 ફ્રેન્ચાઈઝી માટે રમ્યો છે. આ સિવાય તેણે પાકિસ્તાન જુનિયર લીગમાં મર્દાન વોરિયર્સ માટે મેન્ટરની ભૂમિકા પણ ભજવી છે. જ્યાં આફ્રિદીએ પોતાના વિવાદાસ્પદ કરિયરમાં 48 ટેસ્ટ વિકેટ લીધી છે. તે જ સમયે આફ્રિદીના નામે વનડેમાં 395 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 98 વિકેટ છે. આટલું જ નહીં, આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000થી વધુ રન બનાવ્યા છે.

Most Popular

To Top